• Gujarati News
  • ગાંધીનગરસાયન્સ કોલેજમાં બેઠકો વધારાશે જ્યારે અમદાવાદની કે.કા.શાસ્ત્રી કોલેજ માટે

ગાંધીનગરસાયન્સ કોલેજમાં બેઠકો વધારાશે જ્યારે અમદાવાદની કે.કા.શાસ્ત્રી કોલેજ માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસાયન્સ કોલેજમાં બેઠકો વધારાશે જ્યારે અમદાવાદની કે.કા.શાસ્ત્રી કોલેજ માટે આજે નિર્ણય લેવાશે. ગુજરાત યુનિર્વસિટી દ્વારા ચાલી રહેલી બીએસસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ખાલી રહેલી ૪પ૦ બેઠકો માટે હાથ ધરાયેલી ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ખાલી ૨૪૯ પૈકી ૨૧૯ બેઠખો જેતે કોલેજોને સોંપી દેવાશે. જ્યારે એમ.જી.સાયન્સની ૩૦ બેઠકો પર સેલ્ફ ફાયનાન્સના વિદ્યાર્થીઓને કટ ઓફ માર્કસ પ્રમાણે પ્રવેશ અપાશે. ઉપરાંત ઓફ લાઇન પ્રવેશમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ તેમજ ગાંધીનગરની ગ્રાન્ટેડ કોલેજમાં બેઠકો વધારાશે.
ગુજ.યુનિ.ની સંલગ્ન સાયન્સ કોલેજોમાં બીએસસીની ખાલી ૪પ૦ બેઠકો માટે તા.૮ અને ૯મી સપ્ટેમ્બરના રોજ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ઓફ લાઇન પ્રવેશ પ્રક્રિયામાં ૪૮૦ અરજીઓ આવી હતી. જેમાંથી ૨૩૧ વિદ્યાર્થીઓને કટ ઓફ માર્કસને ધ્યાનમાં રાખી પ્રવેશ અપાયો છે. બાકીના ૨૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી. હવે પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિ‌ટીએ ગાંધીનગર તેમજ અમદાવાદની ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં બેઠકો વધારી વિદ્યાર્થીઓને સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગાંધીનગર સાયન્સ કોલેજમાં ૧૩૦ની બેઠકવાળો વર્ગ વધારાશે.
‌BScમાં પ્રવેશવંચિત વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો વધશે