• Gujarati News
  • સોલા સ્યુસાઈડ કેસમાં પ્રેમી સામે આપધાતની દુષ્પ્રેરણાની ફરિયાદ

સોલા સ્યુસાઈડ કેસમાં પ્રેમી સામે આપધાતની દુષ્પ્રેરણાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓગણજ ગામ સ્પર્શ રેસિડેન્સીમાં રહેતી સ્નેહલ પટેલ(૨૪) નામની યુવતીએ તા.૨૭ મે ના મંગળવારે સાંજે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યોહતો અને કાું કે મહેસાણાના વિજાપુર તાલુકામાં રહેતા અતુલ પટેલે મને પ્રેમજાળમાં ફસાવીને લગ્ની લાલચે સાત વર્ષ સુધી મારું શારીરિક શોષણ કર્યુ છે, હવે લગ્નની ના પાડતા હું આત્મહત્યા કરી રહી છંુ જેના માટે અતુલ પટેલને જ જવાબદાર ગણવો. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે સ્નેહલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મહિલા પીએસઆઈ એમ.એલ.રાજપૂતે જણાવ્યું કે, સ્નેહલના વાલીએ અતુલ પટેલ સામે દુષ્પ્રેરણની ફરિયાદ આપી છે. જેથી અતુલ પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.