• Gujarati News
  • પહેલા પાનાનું અનુસંધાન

પહેલા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાતાવરણમાંઆવેલાં પલટાને કારણે અમદાવાદનાંં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઠંડકનું પ્રમાણ વધવાની સાથે વરસાદી માહોલ છવાયો હતો.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શનિવારની જેમ રવિવારે પણ શહેરમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું, અને જોરદાર પવન ફુંકાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટુ તુટી પડ્યું હતું. તેમજ શહેરનાં પુર્વ વિસ્તારનાં નરોડા, બાપુનગર, નિકોલ જેવા વિસ્તારોમાં વરસાદની સાથે માથામાં વાગે તેવાં કરા પડયાં હતા. તેમજ નીચાણવાળા કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં ભર ઉનાળે માવઠું થતાં લોકો પરેશાન થઇ ઉઠયાં હતા. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડીને 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રીએ પહોંચતા શહેરમાં અચાનક ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. તેમજ આગામી બે દિવસોમાં અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ઇતિહાસમાંપ્રથમવાર...

સંસ્થામાંહાલમાં કુલ 93 અધ્યાપકો કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોમાં સંસ્થામાં 93 અધ્યાપકોની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. અગાઉના વર્ષોમાં 80થી વધારે અધ્યાપકો આઇઆઇએમ- અમદાવાદમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા, જોકે હાલમાં 93 અધ્યાપકો ભણાવી રહ્યા છે. પ્રો.આશિષ નંદાએ ડિરેકટરનો ચાર્જ સંભાળ્યો પછી તેમણે વધુમાં વધુ સંખ્યામાં અધ્યાપકોની ભરતી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે જેના પરિણામે હાલમાં 93 અધ્યાપકો ભણાવી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટમાં મહિલા અધ્યાપકોની સંખ્યા વધે બાબતનું વિશેષ ધ્યાન પ્રો.નંદાએ રાખ્યું છે અને તેથી હાલમાં મહિલા અધ્યાપકોની સંખ્યા વધીને 17 થઇ છે જે કુલ અધ્યાપકોના 18 ટકાથી વધુ થાય છે. ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટમાં હાલમાં 40 વર્ષ કરતાં ઓછી વય ધરાવતા 28 અધ્યાપકો છે જે કુલ અધ્યાપકોના 30 ટકાથી વધુ થાય છે. ઇન્સ્ટિટ્યૂટ વધારેમાં વધારે 110 અધ્યાપકોની ભરતી કરી શકાય છે પરંતુ વિવિધ કારણોસર અધ્યાપકોની ભરતી થઇ નથી.

મુસ્લિમોનો...

સ્પષ્ટતાકરતા કહ્યું હતું કે તેઓ મુસ્લિમ અપીઝમેન્ટની વિરુદ્ધમાં છે. ઓવેસી બંધુઓ સુશિક્ષિત હેવાન હોવાનો પણ રાઉતે દાવો કર્યો છે. ઓવેસી અને તેમનો પક્ષ સાપનો દર છે. એમઆઈએમની પાછળ મુસ્લિમ સમાજ દોરવાઈ જવાનો હોય તો તે મોટું જોખમ છે. મુદ્દો રાજકીય સ્વાર્થ માટે સાપના દરમાં હાથ નાખનારે ધ્યાનમાં રાખવો જોઈએ, એવો સૂચક ઈશારો પણ તેમણે કર્યો છે. અકબરુદ્દીન અને અસદુદ્દીન ઓવેસીનો ઉલ્લેખ તેમણે સાપનાં બચ્ચાં તરીકે કર્યો છે. સાથે શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને હૈદરાબાદમાં આવીને બતાવો એવું વિધાન કરનાર અસદુદ્દીન ઓવેસી પર પણ તીવ્ર શબ્દોમાં હુમલો કર્યો છે. અમને હૈદરાબાદમાં આવવો પડકાર ઓવેસીએ આપ્યો છે. જોકે હૈદરાબાદ ભારતમાં છે કે પાકિસ્તાનમાં છે. મરાઠી લોકોની કામગીરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને કંદહારમાં પણ લોકો જાણે છે. ઓવેસી અને તેમનો પક્ષ સાપ જેવા છે. તેમને દૂધ પાઈને દેશનું ભલું થવાનું નથી, એમ પણ તેમણે જણાવ્યું છે.