• Gujarati News
  • HIV કાંડમાં CBIનો ક્લોઝર રિપોર્ટ બોદો

HIV કાંડમાં CBIનો ક્લોઝર રિપોર્ટ બોદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને એચઆઇવી જેવા ખતરનાક રોગની ભેટ આપી દેનાર જૂનાગઢની સર્વોદય બ્લડબેંક સામે સીબીઆઇની તપાસ પણ બોદી હોવાનો ચિત્કાર અસરગ્રસ્ત બાળકોના પરિવારજનોએ સીબીઆઇના ક્લોઝર રિપોર્ટ સામે કરેલી અરજીમાં કર્યો છે. સ્થાનિક ધારાસભ્યના પ્રભાવ હેઠળ સીબીઆઇએ આવો ક્લોઝર રિપોર્ટ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સીબીઆઇના આવા બોદા રિપોર્ટને ફગાવી દેવાની અરજીમાં દાદ મગાઇ છે.

જૂનાગઢના 27 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઇવી પોઝિટિવ બ્લડ ચઢાવવાના પ્રકરણની હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇએ તપાસ કરીને ઓગસ્ટ 2013માં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં આરોપીઓનો ગુનાહિત ઇરાદો સ્પષ્ટ થતો નથી, તેવા સંદર્ભનો ક્લોઝર રિપોર્ટ સીબીઆઇ કોર્ટમાં રજૂ કર્યો હતો. ક્લોઝર રિપોર્ટ બાદ સોમવારે યોજાયેલી સુનાવણીમાં ક્લોઝર રિપોર્ટ સામે વાંધા અરજી રજૂ કરી છે. વાંધા અરજીની સુનાવણીમાં એડવોકેટ પરેશ વાઘેલા રજૂઆત કરી કે, જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સર્વોદય બ્લડબેંકમાંથી બ્લડનો જથ્થો પૂરો પાડવામાં આવતો હતો. જેથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તે હોસ્પિટલમાંથી સોંપવામાં આવેલા જથ્થામાં બ્લડ ચઢાવાયું છે. તે સાબિત થાય છે કે, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડબેંકમાંથી આ‌વેલું બ્લડ ચઢાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વર્ષ 2001થી 2012 સુધીમાં 1227 ડોનરને સીબીઆઇએ શોધી કાઢ્યા છે. જેમાંથી માત્ર એક વ્યક્તિને એચઆઇવી પોઝિટિવ મળ્યો છે તો એક વ્યક્તિના બ્લડથી 23 બાળકોને એચઆઇવી થઇ શકે તે શંકા ઉપજાવે તેમ છે. તપાસ એજન્સીએ સર્વોદય બ્લડબેંકના રેકોર્ડની કોઇ તપાસ કરી નથી. બ્લડબેંક સ્વૈચ્છિક સંસ્થા નથી. તે માત્ર ને માત્ર ચેરિટી કમિશનર સમક્ષ નોંધાયેલી સંસ્થા છે. બ્લડબેંકમાં સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની જોહુકમી હોવાનું તારણ ક્લોઝર રિપોર્ટ ઉલ્લેખ કરાયો છે. બ્લડબેંકમાં ગેરરીતિ ધારાસભ્યની જોહુકમી હોવાના પુરાવા મળ્યા છે. પણ આરોપીઓનો ગુનાહિત ઇરાદો સ્પષ્ટ થતો નથી તેવા રિપોર્ટને ફગાવી દેવો જોઇએ અને સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવી જોઇએ.

{સ્થાિનક ધારાસભ્યની બ્લડ બેંકમાં ગેરરીતિ અાચરાઇ છે