• Gujarati News
  • જરૂરિયાત મંદોને રાશન કિટનું વિતરણ

જરૂરિયાત મંદોને રાશન કિટનું વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |લાયન્સક્લબ ઓફ અમદાવાદ સેન્ટ્રલ તરફથી દિવાળી નિમિત્તે જીવનજરૂરી ચીજવસ્તુઓ (રાશન સામગ્રી)નું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રાકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સોમવારે બહેરામપુરા અને કુબેરનગર ખાતે આવેલી રક્તપિત્ત પીડિતોની કોલોનીમાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિટમાં ચોખા, તુવેરની દાળ, મગની દાળ, લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, ગોળ, મરચાં અને ખજૂર જેવી વસ્તુઓ સામેલ કરાઈ હતી.