• Gujarati News
  • \"ઉર્દૂ મીિડયમમાં િબનઅનામત વિદ્યાસહાયકોની ભરતી કરો\'

\"ઉર્દૂ મીિડયમમાં િબનઅનામત વિદ્યાસહાયકોની ભરતી કરો\'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઉર્દૂ માધ્યમની શાળાઓમાં અનામત કેટેગરીની વિદ્યાસહાયકોની જગ્યા માટે રાજ્ય સરકારે બહાર પાડેલી જાહેરખબર બાદ પણ કોઇ ઉમેદવાર નહીં મળતા આખરે જગ્યાઓ ઓપન કેટેગરીથી ભરવા માટે જસ્ટિસ આર.એચ. શુક્લએ આદેશ આપ્યો છે.

કેસની વિગત એ‌વી છે કે, એડવોકેટ કૌશિકભાઇ પુજારા મારફત કરાયેલી રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મુસ્લિમ સમાજ મોટાભાગે ઉર્દૂ શાળામાં અભ્યાસ કરે છે અને તેના શિક્ષકો પણ મુખ્યત્વે તે જ્ઞાતિમાંથી આવતા હોય છે. ત્યારે મુસ્લિમ સમાજમાં અનામત કેટેગરીમાં એસ.સી. કે એસ.ટી. કક્ષાના ઉમેદવારો હોતા નથી. તે સંજોગોમાં અનામત જગ્યાઓ બિનઅનામતમાં ફેરવીને ભરવામાં આવવી જોઇએ

તમામ દલીલો ધ્યાને લઈ જસ્ટિસ આર.એચ.શુકલએ ઉર્દૂ માધ્યમની અનામત કેટેગરીની જગ્યાઓ બિનઅનામતમાં ફેરવી 3 માસમાં તેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.