• Gujarati News
  • િદવાળીમાં ~20 50ના નવાં બંડલનાં ધાંધિયાં

િદવાળીમાં ~20-50ના નવાં બંડલનાં ધાંધિયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિઝર્વબેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી નોટોનો જથ્થો બેંકોને મોકલાયો હોવા છતાં બેંક ગ્રાહકોને નવી નોટના બંડલ આપતી નથી. િદવાળીની બોણીમાંથી ~10ની નોટનું ચલણ ઘટ્યું છે અને ~50ની માંગ વધી છે. શહેરની કરન્સી ચેસ્ટ બેંકો નવી નોટોનું બંડલ આપવાની આનાકાની કરતી હોવાથી બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકો બેંકો પાસે નવી નોટોની માગણી કરે છે. બેંક કર્મચારીઓ નોટો નથીનો જવાબ આપે એટલે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી રોજ જીભાજોડી થાય છે.

પ્રત્યેક ખાનગી બેંકો નવી નોટો મેળવવા રિઝર્વ બેંક સાથે પોતાની રીતે મેનેજ કરી લે છે. બેંકોને નોટો માટે કોઇ તકલીફ પડતી નથી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ પોતાની જરૂરિયાતની કરન્સી સીધી રિઝર્વ બેંક પાસેથી મેળવી લીધી છે પરંતુ પોતાના વહાલા ગ્રાહકોને નોટોનું બંડલ આપવામાં આવતું હોવાનું બેંક પર ગ્રાહકોની ફરિયાદ હતી. અમદાવાદની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક સહિતની બેંકોમાં રિઝર્વ બેંક તરફથી ~10, ~20, ~50, ~100ના દરની નવી નોટોની ફાળવણી કરી દીધી છે. સોમવાર સવારથી શહેરની સરકારી તેમજ ખાનગી બેંકોમાં નવા નોટનું બંડલ મેળવવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

ચાંદખેડા િવસ્તારમાં કેટલીક બેંકો દ્વારા નવી નોટો આપવા માટે મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લેવા લોકોએ લાઈનો લગાવી દીધી હતી.

{ બોણીમાંથી ~10ની નોટ આઉટ, ~50ની માંગ

નવી નોટોનાઅભાવે બેંક અને ગ્રાહકો વચ્ચે ચડભડના બનાવો બને છે. પોતાના કર્મચારીઓને બોનસમાં નવી નોટો આપવા બેંકના મોટા ખાતેદારોએ નવી નોટો માંગી હતી પણ નવી નોટો આવી હોવા છતાં વિતરણ કરાયું નથી. ઘણી બેંકે તો ગત માસે આવેલી તેમજ જૂના સ્ટોકમાંથી પોતાના ગ્રાહકોને સાચવ્યા હતા. શહેરની પ્રહલાદ નગરની આઇડીબીઆઇ બેંકના કેિશયરે કહ્યું હતું કે જો બેંકમાં તમારું ખાતું હશે તો તમને નવી નોટોનું બંડલ મળશે.

અનેક બેંકોમાં સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે ચડભડ થાય છે