• Gujarati News
  • મંજૂરી 15 લાખના ખર્ચે રાહદારીઓ માટે

મંજૂરી - 15 લાખના ખર્ચે રાહદારીઓ માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંજૂરી - 15 લાખના ખર્ચે રાહદારીઓ માટે

ઠક્કરનગરમાં ફૂટપાથ બનાવાશે

અમદાવાદ |ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં રાહદારીઓ માટે 15 લાખના ખર્ચે ફુટપાથ બનાવાશે. ઠક્કરનગર હાઈવે પેટ્રોલપંપથી વિક્રમપાર્ક થઈ ટોરેન્ટ પાવર સુધીના 60 ફુટના ટી.પી રોડ ઉપર તથા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ ફુટપાથ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડયા હતા. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારા કોન્ટ્રાકટરને કામ સોંપાયુ છે. જે અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાઈ હતી. કમિટીએ મંજૂર રાખી હતી. કામગીરી પાછળ 15 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.