• Gujarati News
  • અમદાવાદ ક્રિમિ.બાર એસો.ની ચૂંટણીમાં 80 ઉમેદવારો

અમદાવાદ ક્રિમિ.બાર એસો.ની ચૂંટણીમાં 80 ઉમેદવારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘીકાંટાખાતે ફોજદારી કોર્ટમાં દર બે વર્ષે યોજાતી હોદ્દેદારોની ચૂંટણી પહેલી મેએ યોજાશે, જેમાં કુલ 22 હોદ્દા પર 72થી ‌વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદ ક્રિમિનલ બાર એસો.ની પહેલી મેના રોજ ચૂંટણી યાેજાનાર છે. દર બે વર્ષે યોજાતી ચૂંટણી જંગ દર વર્ષે રસાકસીભર્યો જંગ જામે છે. પહેલી મેએ મતદાનમાં અવરોધ થાય તે માટે સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી તેમજ પૂરતા પ્રમાણમાં ચુસ્ત બંદોબસ્ત કરાઈ છે. શહેરની જુદીજુદી કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલોને મતદાન બાદ ગણતરી માટે બોલવાશે. પહેલીવાર સિનિયર કારોબારી સભ્યોની ગણતરી બીજે દિવસે બાર કાઉન્સિલની જેમ રખાય છે. સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જોઇન્ટ સેક્રેટરી માટે 14, સેક્રેટરી માટે 4, પ્રમુખ માટે 2, ઉપપ્રમુખ માટે 4, ટ્રેઝર માટે 2, સિનિયર જુનીયર કારોબારી માટે 30 જેટલા ઉમેદવારી નોંધાવી છે.