• Gujarati News
  • શહેરમાં 6 વર્ષના સૌથી વધુ 274 પોઝિટિવ કેસ

શહેરમાં 6 વર્ષના સૌથી વધુ 274 પોઝિટિવ કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાઈન ફ્લૂ માટે 28 લાખના ખર્ચે 10 લાખ લોકોનો સર્વે થશે

અમદાવાદશહેરમાં 2009માં સ્વાઈન ફલૂએ પગપેસારો કર્યો હતો. ત્યારથી વર્ષમાં સૌથી વધુ 274 કેસ 2015ના બે મહિનામાં નોંધાઈ ગયા છે. ગુરુવારે સ્વાઈન ફ્લૂથી વધુ ચાર લોકોના મોત થયા છે. છેલ્લે 2010માં સૌથી વધુ 236 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. ચાલુ વર્ષના દોઢ મહિનામાં 274 કેસ પૈકી 23 લોકોના મૃત્યુ થયા છે. સ્વાઇન ફલૂના પંજાથી હવે ડોકટરો પણ બાકાત રહ્યાં નથી. યુ.એન. મહેતાનાં બે, કિડની હોસ્પિટલના બે અને સાલ હોસ્પિટલનાં એક ડોકટર અને તેમની પત્ની સહિત કુલ 6 ડોકટરોને સ્વાઇન ફલૂનાં ભરડામાં સપડાયા છે. સાલ હોસ્પિટલનાં અન્ય એક ઇએનટી ડોકટરને પણ સ્વાઇન ફલૂનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓ ઘરે આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યાં છે.

મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે ગુરુવારે અમદાવાદ શહેરમાં નવા 50 કેસ નોંધાયા છે. સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કુલ કેસનો આંકડો 274 પર પહોંચી ગયો છે. જે છેલ્લા વર્ષમાં સૌથી હાઈએસ્ટ છે. અમદાવાદની હોસ્પિટલમાં 77 કેસ નોંધાયા છે. જેમાંથી 27 કેસ અમદાવાદની બહારના છે અને 50 અમદાવાદ શહેરના છે.

સિવિલની OPDમાં 192ની તપાસ

ગુરુવારે સિવિલનીસ્વાઇન ફલુની ઓપીડીમાં પ્રથમવાર સૌથી વધુ 192 લોકોએ તપાસ કરાવી છે, જેમાંથી ચાર બાળકો સહિત 19 લોકોને દાખલ કરાયાં છે. તેમજ સ્વાઇન ફલુ વોર્ડમાં કુલ 78 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે.

વકરતા સ્વાઈનફલૂ અંગે ગુરુવારે મ્યુનિ.કચેરીમાં ભાજપ-કોંગ્રેસ અને અધિકારીઓની સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં તકેદારીના પગલાં પર ચર્ચા કરાઈ હતી. અત્યારસુધી કરેલી કામગીરીની સમીક્ષા અહેવાલ પણ રજૂ કરાયો હતો. વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે રવિવારે યોજાનારી મેરેથોન રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

મેરેથોન રદ કરવા પ્રસ્તાવ

કેન્દ્ર સરકારેજારી કરેલી ગાઈડલાઈન્સ મુજબ સ્વાઈન ફલૂનો ફેલાવો અટકાવવા કે તેનાથી બચવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું તેવી અપીલ નાગરિકોને કરવામાં આવે છે પણ રવિવારે મેરેથોન યોજી મ્યુનિ.કોર્પોરેશન દસ હજારો લોકોને ભેગા કરશે.

ભીડ પર પ્રતિબંધ પણ મેરેથોનમાં 10 હજાર આવશે

56 થીવધુ

16-55

6-15

0-5

મૃત્યુ

08

કેસ

136

વય પ્રમાણે કેસનું સરવૈયુ

23

274

59

236

3

9

2

8

33

165

20

170

શહેરમાં દોઢ મહિનામાં 23 લોકોના મોત થયાં

કામગીરી ખર્ચ (અંદાજિત ~માં)

શહેરનાસ્લમ તથા મધ્યમ વિસ્તારના ઘર, 8 લાખ

શાળાઓમાં શરદી-ખાંસીના દર્દીઓનો સરવે

15 લાખ પત્રિકાઓનું વિતરણ કરાશે 11 લાખ

10 લાખ લોકોના સરવે કરાશે 4 લાખ

સ્વૈ.સંસ્થાઓ મારફતે આરોગ્યલક્ષી કાર્યક્રમો કરાશે 5 લાખ

15 લાખ પત્રિકાના વિતરણ માટે 11 લાખ ખર્ચાશે

સ્ત્રી

મૃત્યુ

10

કેસ

111

પુરુષ

મૃત્યુ

09

કેસ

113

મૃત્યુ

09

કેસ

45

મૃત્યુ

00

કેસ

13

મૃત્યુ

02

કેસ

30

2015

2014

2013

2012

2010

2009