• Gujarati News
  • ચોમાસામાં શહેરમાં 800 ભૂવા પડ્યા, મ્યુિન. ચોપડે 61 નોંધાયા

ચોમાસામાં શહેરમાં 800 ભૂવા પડ્યા, મ્યુિન. ચોપડે 61 નોંધાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.કોર્પોરેશનમાંચાલુ વર્ષે કરોડો રૂપિયાના રોડ ધોવાઇ ગયા છે. ત્યારે તેને ઢાંકવા માટે મ્યુનિ.સત્તાધીશો જૂના રોડ ધોવાઇ ગયા હોવાનું કહી વાત પર પડદો પાડી રહ્યા છે. એટલું નહીં ચોમાસા દરમિયાન પડેલા ભૂવાની વિગત લોકો સુધી પહોંચ નહીં તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભૂવાની વ્યાખ્યા કાઢી નાંખવામાં આવી છે. ચાલુવર્ષે મ્યુનિ.કંટ્રોલરૂમમાં નોંધાયેલા આંકડામાં માત્ર બ્રેક ડાઉનની 61 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે ભૂવાની કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી. બીજીતરફ ચોમાસામાં ઉઠેલી ફરિયાદોના પગલે તત્કાલીન કમિશનર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં નાના-મોટા 800થી ભૂવા હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં હજી પણ ઘણા ભૂવા પૂરાયા નહીં હોવાથી લોકોને દિવાળીમાં ભારે હાલાકી પડી રહી છે.

શહેરમાં ચોમાસામાં વિવિધ રસ્તાઓ પર પડતાં ભૂવાઓને કારણે લોકોને ભારે હેરાનગતિ થાય છે. તેમ છતાં મ્યુનિ.સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. મ્યુનિ.સત્તાધીશો મોઘીદાટ ગાડીઓમાં આવતા હોવાથી તેઓને નાના-મોટા ભૂવા નજરે પડતા નથી. ભૂવાને લઇને મ્યુનિ.સમક્ષ સંખ્યા બંધ ફરિયાદો થઇ હતી.

નાની-મોટી ફરિયાદો ઝોનમાં નોંધાય છે

શહેરમાંચોમાસા દરમિયાન પડેલા નાના-મોટા ભૂવાની ફરિયાદો જેતે ઝોનમાં નોંધાઇ હતી. જેના કારણે કંટ્રોલરૂમમાં ભૂવાની ફરિયાદો લેવામાં આવી નથી. માત્ર બ્રેક ડાઉનની ફરિયાદો લેઆઇ છે. >કાંતિ પટેલ,રોડએન્ડ બિલ્ડીંગના ચેરમેન

ઝોન પ્રમાણે બ્રેક ડાઉન, ભૂવાની સંખ્યા

ઝોન બ્રેક ડાઉન ભૂવા

પૂર્વ1 91

પશ્ચિમ 23 222

નવા પશ્ચિમ 18 195

ઉત્તર 2 89

દક્ષિણ 14 92

મધ્ય 3 122

મ્યુનિ. કંટ્રોલરૂમમાંભૂવા પડ્યાની ફરિયાદ અંગે પૂછતાં કર્મચારીઓએ સ્પષ્ટ જણાવી દીધુ હતું કે ભૂવા પડ્યાની ફરિયાદો નોંધવવામાં આવતી નથી. માત્ર બ્રેક ડાઉનની ફરિયાદો નોંધાયા છે.

ભૂવા પડ્યાની ફરિયાદો નોંધાતી નથી