• Gujarati News
  • પરીન શાહના ઘરની બહાર ચોપડા ભરેલા પાંચ કોથળા મળ્યા

પરીન શાહના ઘરની બહાર ચોપડા ભરેલા પાંચ કોથળા મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શેરબજારમાંઇન્વેસ્ટમેન્ટ કરાવવાના બહાને કરોડોનું ઉઠમણું કરી જનારા રસેશ શાહના ભાગીદાર પરીન શાહના મણીનગરની ધનંજય સોસાયટીમાં આવેલા ઘરની બહાર રહસ્યમય સંજોગોમાં કોઇ અજાણ્યા વ્યક્તિઓ પાંચ જેટલા કોથળા ભરીને ચોપડા ફેંકી ગયા હતા. ઘર બંધ હોવાથી અને છેલ્લા કેટલાક સમયથી પરીન શાહને લગતી ચર્ચાઓથી સોસાયટીના રહીશે કોથળામાં શું છે તે જોવાની તસ્દી લીધી નહોતી. તો ક્રાઇમ બ્રાન્ચને પણ િવશે કોઈ ખબર નથી.