• Gujarati News
  • ખાનગી એરલાઇન્સનું સુરત ખાતે પહેલી વખત ‘લેન્ડિંગ’

ખાનગી એરલાઇન્સનું સુરત ખાતે પહેલી વખત ‘લેન્ડિંગ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાઉદ્યોગ સાહસિકોએ ગુજરાતના શહેરો સાથે જોડતી વિમાની સેવા શરૂ કરવાનું સાહસ કર્યું છે અને તે પૈકીનું પહેલું એરક્રાફટ મંગળવારે ધનતરેસના દિવસે સવારે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ જશે. સેસેના કેરેવાન કંપનીનું સી-2088 મોડલનું વિમાન 9 સીટરનું છે. જાહેર જનતા માટે વિમાની સેવાનો 1 ડિસેમ્બરથી પ્રારંભ થશે. સામાન્ય જનતા માટે 9 સીટર વિમાનની સેવા 1 ડિસેમ્બરથી શરૂ થવાની છે. વિમાનનું કનેક્શન અમદાવાદ, ભાવનગર, જામનગર, ભૂજ, અમરેલી તથા વડોદરા જેવા ગુજરાતના શહેરો સાથે મળશે. ઉપરાંત મુંબઈ અને શિરડીની પણ સેવા ઉપલબ્ધ કરાશે.