• Gujarati News
  • છૂટાછેડાના કેસમાં તમામ પાસા ધ્યાને લેવાય: હાઇકોર્ટ

છૂટાછેડાના કેસમાં તમામ પાસા ધ્યાને લેવાય: હાઇકોર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખ્રિસ્તીમાંથીમુસ્લિમ ધર્મ અંગીકાર કરી ફરીથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર મહિલાએ પોતાના પતિ પાસે માગેલા છૂટાછેડાના કેસમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે ફેમિલી કોર્ટે માત્ર ઉપરછલ્લા કે કેટલાક મુદ્દાને ધ્યાને લઇ નિર્ણય કરવાને બદલે પૂરી ટ્રાયલ સાંભળી તમામ મુદ્દાઓ પર પુરાવા ધ્યાને લઇ નિર્ણય કરવા આદેશ આપ્યો છે. મહત્વના કેસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ કાયદા પ્રમાણે જ્યારે મહિલા અન્ય ધર્મમાં વિશ્વાસ ધરાવે ત્યારે તેને છૂટાછેડા મળી શકે છે. કેસની વિગત એવી છે કે સીમરન (તમામ પાત્રોના નામ બદલેલ છે) મૂળ જન્મે ખ્રિસ્તી હતી. તેણીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી 20મી ફેબ્રુઆરી 2003ના રોજ જાહિદ સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ દ્વારા તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા તેણીએ ફરીથી માર્ચ 2012માં પુન: પોતાનો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો. તેણીએ વડોદરા ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરી રજૂઆત કરી હતી કે તેણીએ હવે મૂળ ધર્મ અપનાવ્યો હોવાથી તેને છૂટાછેડા મળવા જોઇએ. તેણીનો પતિ 2008થી તેની તથા લગ્નથી જન્મેલી બાળકીની સંભાળ રાખતો હતો. તેણીએ એવી રજૂઆત કરી હતી મુસ્લિમ કાયદા પ્રમાણે તેણીએ ધર્મ પરિવર્તન કર્યું હોવાથી તેણીને છૂટાછેડા મળવા જોઇએ. તેણીએ પુત્રી માટે ભરણપોષણની પણ માગ કરી હતી. જાહિદ દ્વારા ફેમિલી કોર્ટ સમક્ષ છૂટાછેડાની અરજીનો વિરોધ કરતા એ‌વી રજૂઆત કરવામાં આવી હતી કે, માત્ર ધર્મ પરિવર્તન કરવાથી છૂટાછેડા મ‌ળી શકે.

કેસમાં ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે તેણીએ તેના પર થઇ રહેલા અત્યાચાર કે માનસિક ત્રાસ હેઠળ છૂટાછેડા નથી માંગ્યા પરંતુ તેણે માત્ર ધર્મ પરિવર્તનના મામલે છૂટાછેડા માગ્યા છે જે કારણોસર મળી શકે. મુસ્લિમ લોના સેક્શન -4 પ્રમાણે જ્યારે કોઇ મુસ્લિમ ઓરિજિન મહિલા અન્ય ધર્મમાં વિશ્વાસ કેળવે ત્યારે તે છૂટાછેડા મેળવવા હકદાર બને છે પરંતુ અન્ય ધર્મના જન્મ થયા બાદ મુસ્લિમ બની લગ્ન કરનાર મહિલાને કાયદા પ્રમાણે છૂટાછેડા માટે દાવો કરવાનો હક્ક મળતો નથી.

હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ વી.એમ. પંચોલીએ નોંધ્યું હતું કે ફેમિલી કોર્ટે કેસને તેના કાયદાકીય માપદંડોથી માપવામાં ગંભીર ભૂલ કરી છે. અદાલતે સંપૂર્ણ ટ્રાયલ ચલાવ્યા સિવાય માત્ર ધર્મ પરિવતર્નના મુદ્દાને ધ્યાને લઇ છૂટાછેડા નકારી કાઢ્યા હતા.