• Gujarati News
  • કેનન 50 મેગા પિક્સલનો કેમેરો જૂનમાં લોન્ચ થશે

કેનન 50 મેગા પિક્સલનો કેમેરો જૂનમાં લોન્ચ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતમાંડિજીટલ ઇમેજીંગ ક્ષેત્રની ટોચની કંપનીએ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનો 50 મેગા પિક્સલ કેમેરો જૂન મહિનામાં લોન્ચ કરશે. કેનનના ગુજરાતમાં 9મા અને અમદાવાદમાં ચોથા સ્ટોરનો પ્રારંભ થયો હતો. કંપનીના ડિરેક્ટર, ઇમેજ કોમ્યુનિકેશન પ્રોડક્ટ ગ્રુપ એન્ડુ કોહએ જણાવ્યું કે ફોટોગ્રાફી, ફોટો પ્રિન્ટીંગ માટે નવી ટેક્નોલોજી ખરીદ કરવા દૂર નહીં જવું પડે અમદાવાદમાં તમામ પ્રકારની કેનનની પ્રોડક્ટ ઉપલબધ્ધ રહેશે. વર્ષ 2015ના અંત સુધીમાં ગુજરાતમાં નવા 5 સ્ટોર ખોલવાની સાથે દેશમાં 200થી વધુ સ્ટોર્સ ખુલ્લા મુકવાનું આયોજન છે. કંપની અત્યારે દેશના 65 થી વધુ શહેરોમાં 136 કેનન ઇમેજ સ્ટોર ધરાવે છે. સ્ટોરનો ટ્રેન્ડ સ્ટાફ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને આધારે પ્રોડક્ટ પસંદ કરવામાં સહાય કરશે.