• Gujarati News
  • જોધપુર બાંદ્રા પ્રીમિયમ ટ્રેનમાં 18 પેસેન્જર, 18નો સ્ટાફ

જોધપુર-બાંદ્રા પ્રીમિયમ ટ્રેનમાં 18 પેસેન્જર, 18નો સ્ટાફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેસેન્જરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા મોટા ઉપાડે જાહેર કરાયેલી પ્રીમિયમ ટ્રેનો સફેદ હાથી હોય તેમ પહેલા ફેરામાં ટ્રેનો ખાલી દોડાવવી પડી છે. બુધવારે જોધપુરથી બાંદ્રા જવા ઉપડેલી 16 કોચની અને 1044 પેસેન્જરોની ક્ષમતા ધરાવતી સુપરફાસ્ટ ટ્રેન 18 પેસેન્જરો સાથે જોધપુરથી ઉપડી હતી અને બાંદ્રા પહોંચી ત્યારે તેમાં માત્ર 41 પેસેન્જરો હતા. આશ્રર્યની વાત તો છે કે ટ્રેન જોધપુરથી ઉપડી ત્યારે તેમાં જેટલા પેસેન્જરો હતા તેટલા રેલવે કર્મચારીઓ પણ હતા.

જોધપુર - બાંદ્રા પ્રીમિયમ સુપરફાસ્ટ ટ્રેનમાં કુલ 16 કોચ જોડવામાં આવ્યા હતા. જેમાં 6 કોચ સેકન્ડ એસીના જ્યારે 10 કોચ થર્ડ એસીના હતા. એટલે કે સેકન્ડ એસી કોચમાં કુલ પેસેન્જરોની ક્ષમતા 324ની જ્યારે થર્ડ એસીમાં પેસેન્જરોની ક્ષમતા 720ની હતી. જેની સામે ટ્રેન જોધપુરથી ઉપડી ત્યારે સેકન્ડ એસીમાં કુલ 4 પેસેન્જર હતા જ્યારે થર્ડ એસીમાં 14 પેસેન્જર એટલે કે ટ્રેનમાં કુલ 18 પેસેન્જર હતા. જ્યારે તેની સામે ટ્રેનમાં 3 ટીટીઈ, બે ડ્રાઈ‌વર, લીનન કર્મચારી, કોચ એટેન્ડેન્ટ, કેટરિંગ કર્મચારીઓ મળી લગભગ દોઢ દઝન રેલવે કર્મચારીઓ હતા.

ગુરુવારે અમદાવાદથી પટના જવા ઉપડેલી પ્રીમિયમ ટ્રેન લગભગ 50 ટકા ખાલી ગઈ હતી. જેમાં સેકન્ડ એસીમાં 81 સીટ એટલે કે લગભગ દોઢ કોચ, થર્ડ એસીમાં 288 સીટ એટલે કે 4 કોચ અને સ્લીપરમાં 279 સીટ એટલે કે લગભગ 4 કોચ ખાલી ગયા હતા. વધુમાં ટ્રેનના ભાડા પણ રેગ્યુલર ભાડા કરતા લગભગ ડબલ થઈ ગયા હતા. બીજીબાજુ ગુરુવારે અમદાવાદથી વારાણસી અને અલ્હાબાદ માટે ઉપડેલી ટ્રેનોમાં 300થી વધુ લાંબુ વેઈટિંગ લિસ્ટ હોવાની સાથે તેમાં બેસવા માટે લોકોને જગ્યા મળતી નથી.

ક્લાસ રેગ્યુલર ભાડું પ્રીમિયમનું ભાડું

2એસી~ 2570 ~ 3585

3એસી ~ 1750 ~ 2720

સ્લીપર ~ 660 ~ 1210

પ્રીમિયમ ટ્રેનમાં દર 10% બુકિંગે ભાડામાં 20% વધારો થાય છે

પ્રીમિયમટ્રેનમાંરેગ્યુલર ભાડાથી બુકિંગ શરૂ થાય છે. કુલ સીટના 10 ટકા બુકિંગ બાદ ભાડામાં 20 ટકા, ત્યારબાદ દર 10 ટકા બુકિંગ થાય એટલે ભાડામાં 20 ટકાનો વધારો થતો રહે છે. ટ્રેનોની ટિકિટ પણ ટ્રેન ઉપડવાના 15 દિવસ પહેલા માત્ર ઓનલાઈન બુક થઈ શકે છે અને ટિકિટ રદ પણ થઈ શકતી નથી.

પટણા માટે ~1210થી 3585 ભાડું

ધોળો હાથી