પત્નીએ સેક્સનો ઇન્કાર કરતા પતિએ ડામ દીધા
પત્નીએસેક્સની ના પાડતા હેવાન પતિ દ્વારા પત્નીને ઢોરમાર મારીને ગુપ્ત ભાગે સિગારેટના ડામ આપીને જાંઘ પર બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. મહિલા બહાનું બનાવીને પિયર આવી ગઇ અને 181 હેલ્પ લાઇન પર ફોન કરતાં વાન મહિલાના ઘરે પહોંચી અને મહિલા સાથે વાત કરી અને તેની ખરાબ હાલત જોતાં તેને મેડિકલ હેલ્પની જરૂર જણાતા તાત્કાલિક 108 વાન બોલાવી અને મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
ગાંધીનગરના સેક્ટર 7 માં રહેતી 3 બાળકોની માતાએ પતિને સેક્સની ના પાડતા પતિએ મૂઢ માર મારી તેના ગુપ્તાંગમાં ડામ આપ્યા હતા. અને મૂઢ માર માર્યો હતો.