• Gujarati News
  • જૂની કથાઓ નવા સ્વરૂપ, નવા અંદાજમાં રજુ થતી રહી છે

જૂની કથાઓ નવા સ્વરૂપ, નવા અંદાજમાં રજુ થતી રહી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂની કથાઓ નવા સ્વરૂપ, નવા અંદાજમાં રજુ થતી રહી છે

પરેશ રાવલ અને નસીરૂદ્દીન શાહ અભિનીત ‘ધરમ સંકટમેં’ અને વિધુ વિનોદ ચોપરાની અંગ્રેજી ભાષામાં બનેલી ‘બ્રોકન હોર્સિસ’ બંને આજે રજૂ થઈ રહી છે. ‘ધરમ સંકટમેં’માં એક હિન્દુ પાત્રની કથા છે, જેને પિતાના મૃત્યુ બાદ ખબર પડે છે કે તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે. કોઈ મનુષ્ય પોતાનો જન્મ પસંદ કરતો નથી અને જન્મની સાથે તેને તેનો ધર્મ મળે છે. પ્રકારની કથાઓ અગાઉ પણ લખાઈ છે અને સૌપ્રથમ નવલકથા રવીન્દ્રનાથ ટાગોરની ‘ગોરા’ છે. જેમાં હિન્દુ પરિવારમાં ઉછરેલા એક યુવકને હકીકત ખબર પડે છે કે તે બ્રિટિશ મહિલાની કૂખે જન્મેલો છે અને કડવી વાસ્તવિક્તા તેને સમયે ખબર પડે છે જ્યારે તે સંપૂર્ણ જુસ્સા સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ડૂબેલો છે. કંઈક પ્રકારની રચના ખ્વાજા અહેમદ અબ્બાસની પણ છે અને હિન્દીમાં ‘ધરમ પુત્ર’ લોકપ્રિય છે. જેનાથી પ્રેરિત ફિલ્મ બલદેવરાજ ચોપરાએ બનાવી હતી. બધાથી થોડી અલગ અને હાસ્ય અંદાજમાં ‘ધરમ સંકટમેં’ બનાવાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, પરેશ રાવલ નરેન્દ્ર મોદીની નજીક છે, જેમની કૃપાથી તેઓ અમદાવાદમાંથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ ગયા છે. એટલે કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. તેમ છતાં તેમણે ‘ઓહ માય ગોડ’ બનાવી હતી, જેમાં હિન્દુઓના અંધવિશ્વાસની ભરપૂર મજાક કરાઈ હતી. સંભવત: ‘ધરમ સંકટ’માં પણ કંઈ આવો અંદાજ હોઈ શકે છે. તેના પ્રમો જોતાં તો તે એક કોમેડી ફિલ્મ જણાઈ રહી છે. કુરિવાજો અને અંધવિશ્વાસની કડવાશને ખાંડની ચાશણી ચડાવીને ‘પીકે’માં રજુ કરાઈ હતી. વિચિત્ર છે કે ભારતમાં શક્ય છે કે આવી ફિલ્મો સફળ થઈ રહી છે અને બીજી તરફ ‘ઘર વાપસી’ પણ ચાલી રહી છે, પરંતુ ભારતની આંતરિક શક્તિ હંમેશાં કોઈને કોઈ સ્વરૂપે બહાર આવતી રહી છે.

બીજી ફિલ્મ ‘બ્રોકન હોર્સિસ’ પણ વિનોદ ચોપરાની સફળ ‘પરિન્દા’થી પ્રેરિત અલગ સ્વરૂપમાં બનેલી અંગ્રેજી ફિલ્મ છે. ‘પરિન્દા’માં ગામડાંમાં રહેતા બે ભાઈઓના મહાનગરમાં પ્રવેશ બાદ પરિવર્તનની કથા છે. ફિલ્મમાં આગ અને પાણીથી ડરતા વ્યક્તિનું પાત્ર નાના પાટેકરે ભજવ્યું હતું અને તેઓ આજ સુધી છબીમાંથી બહાર નીકળી શક્યા નથી. બે ભાઈઓની કથા વિનોદ ચોપરાના હૃદયની નજીક છે. તેમનો પોતાનો સગો ભાઈ વીર ચોપડા પોતાના ક્ષેત્રનો જીનિયસ છે અને અત્યંત સફળ પણ છે. ઉલ્લેખનીય છે કે, ચોપરા બંધુ રામાનંદ સાગરના ભાઈ છે, જે આખું જીવન એક વ્યવસાયિક ફોર્મ્યુલા ફિલ્મો બનાવતા રહ્યા છે. રામાનંદ સાગરના પિતાએ બે લગ્ન કર્યા હતા. ચોપરા ભાઈઓ અને સાગર બંને એક પિતાનાં, પરંતુ અલગ-અલગ માતાનાં સંતાન છે અને તેમની સિનેમા પણ અલગ પ્રકારની છે. વિનોદ ચોપરાનું લક્ષ્ય હંમેશાં ગુણવત્તાનું રહ્યું છે. પૂના સંસ્થામાં અભ્યાસ પછી તેમની એક શોર્ટ ફિલ્મને ઓસ્કર નોમિનેશન મળ્યુ હતું. આથી તેમના દ્વારા અંગ્રેજી ભાષામાં ફિલ્મ બનાવવું અગાઉથી નક્કી હતું. વિનોદ ચોપરાએ સંજય લીલા ભણશાળી અને રાજકુમાર હિરાનીને તક આપી છે. એવું પણ શક્ય છે કે તેમની બધી ફિલ્મોની આંતરિક ગુંથણી ચેસની રમત જેવી છે. મને ચેસનું જ્ઞાન નથી, નહિંતર તેમની તમામ ફિલ્મોનું પુનરાવલોકન દૃષ્ટિએ પણ કરી શકાય એમ છે. વિનોદ ચોપરાના મનપસંદ સંગીતકાર રાહુલ દેવ બર્મન પણ ચેસ રમવાનું પસંદ કરતા હતા. જોકે, આજે રજુ થયેલી બંને ફિલ્મોની સ્ટોરીની ગંગોત્રી જૂની રચનાઓ છે.

પરદે કે પીછે

જયપ્રકાશ ચૌક્સે jpchoukse@dbcorp.in