• Gujarati News
  • દરેક મેચ પછી ~50 કરોડનો હવાલો પડતો હતો

દરેક મેચ પછી ~50 કરોડનો હવાલો પડતો હતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.વડોદરા, અમદાવાદ

વડોદરાનાસિંકદરપુરામાં એન્ફોર્સમેન્ટ વિભાગે પકડેલા સટ્ટાકાંડ અને હવાલાકાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ અધિકારીઓને નવાં તથ્યો હાથ લાગ્યાં છે. જેમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં કરોડોની હાર-જીત થતી હતી. પ્રત્યેક મેચ બાદ હાર-જીતના પચાસ કરોડનો હવાલો અમદાવાદના રતનપોળમાં આવેલી ત્રણ આંગડિયા પેઢી મારફતે ભારતનાં વિવિધ શહેરો અને દેશ બહાર પડતો હતો.

એન્ફોર્સમેન્ટ વિભાગને હાથ લાગેલા દસ્તાવેજો પ્રમાણે બુકી કિરણ માલા, ધર્મીન ચૌહાણ, ટોમી પટેલ અને ચિરાગ પરીખ દરેક મેચ પછી 50 કરોડનો હવાલો પાડતા હતા. જે આંગડિયા પેઢીમાંથી હવાલો પડતો હતો તે પેઢીના માલિકો અગાઉ વર્ષો સુધી ક્રિકેટના સટ્ટાનો ધંધો કરતા હતા. પેઢીના માલિકો સામે અગાઉ રાજકોટ પોલીસમાં ગુનાઓ પણ નોંધાયા છે.

આંગડિયા એસોસિયેશનમાં પણ પેઢીઓની ચર્ચા હતી, કારણ તેમણે બહુ થોડાક સમયમાં દેશભરમાં પોતાની બ્રાન્ચો ખોલી નાખી હતી. માત્ર ગુજરાતમાં તેમની 170 બ્રાન્ચો છે.

સામાન્ય દિવસોમાં પણ તેમનો રોજનો ધંધો 100 કરોડ કરતાં વધુ હોવાનું એન્ફોર્સમેન્ટ વિભાગના ધ્યાનમાં આવ્યું છે. પેઢીઓ મારફતે માત્ર બુકીઓ નહીં પણ ઘણા ઉચ્ચ પોલીસ અમલદારો પણ હવાલા પાડતા હોવાની હકીકત સામે આવી છે, જે અંગે પણ એન્ફોર્સમેન્ટ દ્વારા એન્ટિ કરપ્શન બ્યુરોને સૂચિત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અંગે પેઢીના માલિકોમાં તેજસ અને સંજય નામની વ્યકિતઓ મહત્ત્વની હોવાની જાણકારી મળી છે. હવે એન્ફોર્સમેન્ટ દ્વારા તેમના હિસાબો પણ તપાસવામાં આવી રહ્યા છે. જ્યારે સંજય નામની વ્યક્તિ રાજકોટથી દુબઈ અને અમેરિકામાં રોજેરોજ કરોડોના હવાલા પાડતા હોવાની હકીકત સામે આવી છે. જ્યારે દુબઈમાં રહેલી વ્યક્તિ પણ પેઢીની ભાગીદાર છે.

સામાન્ય સંજોગોમાંઆંગડિયા પેઢીઓ એક શહેરમાંથી બીજા શહેરમાં પૈસા મોકલી આપવાનો ચાર્જ એક લાખ સામે એક સો રૂપિયા લેવામાં આવે છે. પણ બુકીઓના હવાલા પાડવામાં પેઢી એક લાખ સામે બસો રૂપિયા ચાર્જ કરતી હતી.જ્યારે દેશ બહારના હવાલામાં પ્રત્યેક ડોલર ઉપર ત્રણ રૂપિયાના ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

ગૃહ રાજ્યમંત્રીને સીલબંધ રિપોર્ટ સોંપાશે

ડીજીપીઠાકુરનાકહેવા મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર મામલે ચર્ચા-વિચારણા કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના નિવાસે એક વિસ્તૃત બેઠક યોજવામાં આવી હતી. જેમાં કૌભાંડમાં પોલીસની સંડોવણીની સઘન તપાસ કરી તમામ પુરાવા સાથેનો એક રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાની ડીજીપીને સૂચના આપવામાં આવી છે.

ડીજીપી~20 કરોડનું કૌભાંડ હોવાનું કહે છે

ઈડીદ્વારાજ્યારે આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલી રકમ રૂ. 4000 કરોડને પણ આંબે તેવી શક્યતા દર્શાવાઈ હતી. પરંતુ રાજ્યના ડીજીપી ઠાકુરે કહ્યું હતું કે, આખું કૌભાંડ રૂ. 20 કરોડનું છે.

ભારતમાં હવાલાનો ભાવ 1 લાખે ~ 200 વસૂલાતો હતો

નવો ફણગો| ~4000 હજાર કરોડના સટ્ટાકાંડમાં આંગડિયા તપાસમાં બહાર આવેલી નવી વિગતો