• Gujarati News
  • વાહન અકસ્માતના કેસમાં વસ્ત્રાપુર પોલીસે મૂળ આરોપી બદલી દીધો

વાહન અકસ્માતના કેસમાં વસ્ત્રાપુર પોલીસે મૂળ આરોપી બદલી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનઅકસ્માતના કેસમાં વસ્ત્રાપુર પોલીસે મૂળ આરોપીને બદલે ચાર્જશીટમાં તેના ભાઇને આરોપી બનાવી દેતા મામલે હાઇકોર્ટે પોલીસ તપાસની સખત ઝાટકણી કાઢી કેસની તપાસ એસીપી ડિવિઝનને સોંપી દીધી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નોંધ્યું હતું કે, હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસે વધુ અસરકારક રીતે તપાસ કરવી જોઈએ.

વસ્ત્રાપુરમાં નગીનભાઈને એક કારચાલકે ટક્કર મારી હતી અને વીએસ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરતા મૂળ આરોપીને બદલે તેના ભાઇને આરોપી દર્શાવ્યો હતો, જે બનાવ સમયે તે સ્થળ પર પણ હતો. જેથી બાબતે ભૂપેન્દ્ર વાળંદે એડ્વોકેટ પ્રણવ દવે મારફતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે દાદ માગી હતી. પોલીસે તપાસમાં અનેક છબરડા વાળ્યા હોવાની રજૂઆત કરી હતી.