• Gujarati News
  • ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ

ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજાલા સર્કલ પાસે લાગેલી આગમાં 1.20 લાખ લિટર ઓઇલ સ્વાહા

સરખેજનાવણઝર ગામ પાસે આવેલી નોર્થ ગુજરાતની વીડોલ ઓઇલ કંપનીના ગોડાઉનમાં ગુરુવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં ફાયરબ્રિગેડના બે ગજરાજ ટેન્કર સહિત 21 ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગથી કંપનીનું 1.20 લાખ લિટર ઓઇલ બળી ગયું હોવાનું અનુમાન છે. છેલ્લાં 15 વર્ષથી અહીં નોર્થ ગુજરાતની વીડોલ ઓઈલ કંપનીનું ગોડાઉન હતું.

03 કલાકનીજહેમત બાદ કાબૂ.

02 ફાયરનાગજરાજ ટેન્કર બોલાવાયા

02 કિમીથીઆગ દેખાતી હતી.

સરખેજ પાસેટાઇડ વોટર ઓઇલ કંપની લિમિટેડ નામના ગોડાઉનના માલિક ડાહ્યાભાઈ પટેલ ગુરુવારે રાત્રે ગોડાઉન બંધ કરીને ઘરે ગયા બાદ શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી, જેના ધુમાડા બે કિમી દૂરથી જોઈ શકાતા હતા. આગ લાગતા પોલીસ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

15 વર્ષથી વીડોલ ઓઇલ કંપનીનું ગોડાઉન ચાલે છે