• Gujarati News
  • મેઘાણીનગરમાં યુવકે ઘરમાં ઘૂસી વૃદ્ધાને ધોકો મારી દાગીના લૂંટ્યા

મેઘાણીનગરમાં યુવકે ઘરમાં ઘૂસી વૃદ્ધાને ધોકો મારી દાગીના લૂંટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘાણીનગરનાકલાપીનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં બપોરના સમયે બુકાનીધારી યુવકે સિનિયર સિટીઝન મહિલાના ઘરમાં ઘૂસી જઈ તેમના માથામાં ધોકો મારી દીધા બાદ હાથે અને પગે પહેરેલા દાગીના લૂંટી લીધા હતા. જોકે બાજુના ઘરમાં રહેતા ભાણિયાએ લોહીલુહાણ હાલતમાં પડેલાં ફોઈને જોતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

એકલાં રહેતાં 71 વર્ષીય શકુંતલાબહેન સોનાગ્રા ગુરુવારે બપોરના સમયે આરામ કરી રહ્યાં હતાં ત્યારે ઘરની પાછળના ભાગેથી ઘૂસેલા એક બુકાનીધારી યુવકે તેમના માથામાં ધોકા વડે પ્રહાર કરી બેભાન કરી દીધાં હતાં. ત્યાર બાદ તેમણે પહેરેલા લગભગ ત્રણ તોલાના દાગીના લૂંટી લીધા હતા. જોકે બાદમાં તેમના ભાણિયાએ તેમને લોહીલુહાણ હાલતમાં જોતાં હોસ્પિટલ લઈ ગયો હતો. ઘટના અંગે મેઘાણીનગર પોલીસે અજાણ્યા બુકાનીધારી યુવક સામે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.