• Gujarati News
  • વ્યારાના આદિવાસી ખેડૂતોની શહેરમાં ભૂખ હડતાલ

વ્યારાના આદિવાસી ખેડૂતોની શહેરમાં ભૂખ હડતાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાઅને તેની આસપાસના વિસ્તારના આદિવાસી ખેડૂતો 9મી એપ્રિલથી અમદાવાદની કલેક્ટર કચેરીની સામે ભૂખ હડતાલ પર બેઠા છે. ખેડૂતો છેલ્લા બે વર્ષથી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પાસેથી નીકળતા 17 કરોડ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા નામની સંસ્થાના પ્રતિનિધિ રોમેલ સુતરિયાના કહેવા મુજબ સરકારી મંડળીએ પણ લેખિત સ્વરૂપે કબૂલ્યું છે કે 1300 ખેડૂતોએ મંડળીને વેચેલી 93 હજાર ટન શેરડીના રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે.