• Gujarati News
  • અહીં વેપારીઓ પુણ્ય પણ કમાય છે!!

અહીં વેપારીઓ પુણ્ય પણ કમાય છે!!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતાની સાથે જીવદયાનો સુંદર સંદેશનું હૃદયસ્પર્શી સમન્વય કરાવતા માનવીય યજ્ઞની વાત છે. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક્સની પાસે ‘રિઝર્વડ ફોર બર્ડસ’ (પક્ષીઓ માટે આરક્ષિત) સ્થળ, દક્ષિણી સોસાયટી વેપારી એસોસિએશન દ્વારા તૈયાર કરાયું છે. સ્થળ એક સમયે ખુલ્લી કચરા પેટી બની ગયું હતું. અહીંથી લગભગ 10 ટ્રક લોડ જેટલા કચરાનો નિકાલ કરી ત્યાં કબૂતર સહિત પક્ષીઓના ચણ, પીવાનું પાણી માટે ફ્લોરિંગનું કામ કરવામાં આવ્યું. 30મીટર જેટલી જગ્યા આજે માત્ર પક્ષીઓના ભોજન માટે આરક્ષિત કરાયું છે. અને ખાસ ફેન્સિંગ પણ કરવામાં આવી છે. જીવદયા પ્રેમીઓ ચણ નાખવા આવે છે સાથે વેપારી અેસોસિએશનને પણ ખાસ રૂમ તૈયાર કર્યો છે જ્યાં ચણ માટેની અનાજની બોરીઓ રાખવામાં આવે છે. દક્ષિણી વેપારીઓ પુણ્ય કમાવાનો માનવીય ધંધો અનુકરણીય બને તો સ્વચ્છતાની સાથે જીવદયાનો સુંદર સંદેશ પ્રસરી શકે છે.