• Gujarati News
  • જૂનાગઢમાં સિંહોને બચાવવા રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરાશે

જૂનાગઢમાં સિંહોને બચાવવા રેલવે ટ્રેક પર ફેન્સિંગ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનાઅમરેલી અને જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર વિસ્તારમાં વિચરતા સિંહ ફરતા ફરતા રેલવે લાઈન પર આવી પહોંચે છે અને ઘણી વાર ટ્રેન સાથે અથડાઈને મૃત્યુ પામે છે. આવી ઘટનાઓ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રેલવે દ્વારા રાજ્યના વન વિભાગના સહયોગથી ઢસા, પીપાવાવ અને રાજુલા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ ફેન્સિંગ બનાવવામાં આવશે. જ્યારે સિંહોને રેલવે લાઈનની બન્ને તરફ આવવા જવા માટે અંડરપાસ પણ બનાવાશે. મુદ્દે રેલવે આગામી દિવસોમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરશે. રેલવે ટ્રેક પાસે સિંહનાં અકસ્માતે મોતની ઘટનાઓ અટકાવવા રાજ્ય સરકારના વન વિભાગે કવાયત હાથ ધરી છે. જેના પગલે વન વિભાગ દ્વારા ગીર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનની બન્ને બાજુ કાંટાળી વાડ (ફેન્સિંગ) બનાવવાનું આયોજન કરાયું છે. વધુમાં ફેન્સિંગ કરી દેવાતા રેલવે લાઈનની બન્ને બાજુ આવવા જવા માટે થોડા થોડા અંતરે અંડરપાસ પણ બનાવવાનું આયોજન છે. બીજી બાજુ રેલવે લાઈન પર કામ કરવાનું હોવાથી મુદ્દે વધુ ચર્ચા કરવા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર હેમંતકુમાર મંગળવારે ગાંધીનગર આવ્યા હતા જ્યાં તેમણે મુદ્દે રાજ્ય સરકારના વન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી.

સિંહોને રેલવે અકસ્માતોથી બચાવવા માટે લેવાયેલા નિર્ણયો પર ચાલી રહેલી કાર્યવાહી અંગે સમયાંતરે એક રિવ્યુ મીટિંગ બોલાવાય છે. મીટિંગ પણ તે હેતુથી બોલાવાઈ હતી. સરકાર તરફથી એસીએસ અને રેલવે તરફથી વેસ્ટર્ન રેલવેના જીએમ હાજર રહ્યા હતા. બેઠક સંતોષજનક રહી હતી. > સી.એન. પાંડે, ચીફકન્ઝર્વેટર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ

{ રેલવે ટ્રેકની આસપાસ તાર ફેન્સિંગ અથવા બુગદાનો વિકલ્પ અપનાવી શકાય છે. {ઉપરાંત ટ્રેન અને વાહનો માટે વીસ કિમીની ગતિ મર્યાદા લાદવામાં આવે. {અહીં આવતી તમામ ગાડીના ચાલકોને સાવજો અંગે જાણકારી આપવામાં આવે.

{ ટ્રેનની વ્હિસલ સતત ચાલુ રાખવામાં આવે. ડ્રાઇવરોનાં માર્ગદર્શન માટે સૂચના બોર્ડ.

{ રાત્રીની ટ્રેન બંધ કરી શકાય કે સ્થાનિક ડ્રાઇવર રાખવાનાં પણ સૂચન ઘણી વાર કરાયાં છે

02 સિંહબાળનામોત ગત ફેબ્રુઆરીમાં દુધાળા ગામ નજીક વાહન અડફેટે થયાં

01 સાવજગત ડિસે.માં સાવરકુંડલામાં ટ્રેન નીચે આ‌વી મોતને ભેટ્યું હતું.

02 સિંહણઅમરેલીમાં ગત વર્ષે માલગાડી નીચે કચડાઈ ગઈ હતી. એક સિંહણ ગર્ભવતી હતી.

અત્યાર સુધીના કામ વિશે સમીક