• Gujarati News
  • ચડ્ડી બનિયાનધારી ટોળકીના બે સાગરીત પકડાયા

ચડ્ડી-બનિયાનધારી ટોળકીના બે સાગરીત પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.પી.રિંગરોડ ઉપર ઓગણજ ગામની સીમમાં આવેલી ગ્રીનહુક સોસાયટીમાં આવેલી ગટ્ટુ હોસ્ટેલ તેમજ સોસાયટીના અન્ય એક બંગલામાં લૂંટ કરી બે જણાં ઉપર હુમલો કરી નાસી છૂટેલી ચડ્ડી-બનિયાનધારી ટોળકીના બે સભ્યોને સોલા પોલીસે દાહોદના ઝાલોદમાંથી ઝડપી લીધા છે. જ્યારે તેમના અન્ય પાંચથી સાગરીતો આસપાસના ગામમાં સંતાયા હોવાથી પોલીસે તેમની શોધખોળ ચાલુ રાખી છે. પકડાયેલા બેમાંથી એક લૂંટારુને લઇને સોલા પોલીસની એક ટીમ અમદાવાદ આવી છે જ્યારે અન્ય આરોપીઓને પકડવા સોલા પોલીસની બીજી ટીમ બીજા આરોપીને સાથે રાખીને ઝાલોદમાં રોકાઇ છે. ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ ગટ્ટુ હોસ્ટેલના સફાઈ કામદાર દેવજીભાઇ તેમજ ગ્રીનહુક સોસાયટીની ઓફિસ પાસે ઓરડીમાં રહેતા કાનજીભાઇ ઠાકોર ઉપર હુમલો કરી બંનેના મોબાઈલ ફોન અને ચાંદીના કડલા અને 10 હજાર રોકડા મળીને કુલ રૂ.23 હજારની મતા લૂંટી ગયા હતા. અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.