તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઓસમાણ મીર પ્રથમ વખત રૂપેરી પડદે દેખાશે

ઓસમાણ મીર પ્રથમ વખત રૂપેરી પડદે દેખાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડનીફિલ્મ ‘રામલીલા’ના લોકપ્રિય ગીત ‘મન મોર બની થનગાટ કરે...’ થકી ફિલ્મી સંગીતમાં પદાર્પણ કરનારા લોકગાયક ઓસમાણ મીર હવે બોલિવૂડના રૂપેરી પડદે દેખાશે. શ્રવણકુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘ધ લાસ્ટ ડોન’માં ‘અય ખુદા મેરે મૌલા...’ કવ્વાલી ઓસમાણ મીર પર ફિલ્માવાઈ છે, જેનું શૂટિંગ પણ અમદાવાદની શાહઆલમ ખાતેની દરગાહમાં થયું છે. ફિલ્મનું સંગીત નિર્દેશન સમીર રાવલે કર્યું છે.

ઓસમાણ મીર કહે છે કે, ‘આઠમા નોરતે પીટી ગ્રાઉન્ડ ખાતે ફિલ્મના પ્રમોશન માટેનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પણ મુંબઈના યંગસ્ટર્સે મારી પાસે ‘મન મોર બની થનગાટ કરે...’ ગીત ગાવાની ફરમાઈશ કરી હતી. ‘ધ લાસ્ટ ડોન’ એક ગેંગસ્ટરની સ્ટોરી છે. તેમાં તે બંદગી માટે જાય ત્યારે કવ્વાલી આવે છે.’

જૂનાગઢમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આવેલા ઓસમાણ મીરે જૂનાગઢ વિશે ઉમેરતા જણાવ્યું હતું કે, ‘આ જગ્યા અલૌકિક છે. શિવરાત્રીમાં હું અહીં એક દિવસ તો આવી જાઉં અને ગુજરાતી લોકસંગીતના પ્રત્યેક કલાકારના મનમાં એટલું તો હોય છે કે, જૂનાગઢમાં જે ગાય પછી બીજે બધેજ અપ થઈ જાય. નરસિંહ મહેતાનું જૂનાગઢ છે એટલે સૂરીલું છે. સંગીત મારું પ્રોફેશન નહીં, પરંતુ શોખ છે અને તેથી સંગીતથી મારો થાક ઉતરી જાય છે.’

‘મન મોર બની...’ પ્રથમ વખત ફિલ્મ માટે ગાયું

‘મન મોર બની...’ ગીતની લોકપ્રિયતા આપણું ગૌરવ

‘મનમોરબની ગીત આપણાં લોકસંગીતની નીપજ છે. ગીત આટલું બધું લોકપ્રિય બને એનાથી મોટી વાત આપણા માટે બીજી કઈ હોઈ શકે?’ તેમ ઓસમાણ મીરે જણાવ્યું હતું.

ગીતનવરાત્રીમાં ટોપ પર રહ્યું

દુનિયામાંજ્યાંજ્યાં પણ નવરાત્રી ઊજવાઈ ત્યાં ‘મન મોર બની થનગાટ કરે...’ ગીત ટોચ પર રહ્યું. હું જ્યાં ગયો ત્યાં ગીત તો મારી પાસે ગવડાવાયું જ. તેમાંય મુંબઈનાં યંગસ્ટર્સમાં તો ગીતનો ક્રેઝ ગજબનો છે.