• Gujarati News
  • સ્ટાફના રિસ્ટ્રક્ચરિંગથી કાર્ગો ક્લિયરન્સની સમસ્યા હળવી થશે

સ્ટાફના રિસ્ટ્રક્ચરિંગથી કાર્ગો ક્લિયરન્સની સમસ્યા હળવી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કસ્ટમ્સવિભાગ દ્વારા આઈ.સી.ડી. અને એરપોર્ટ કાર્ગો ખાતે સ્ટાફ રિસ્ટ્રક્ચરિંગની કવાયત હાથ ધરવામાં આવશે. જેના પરિણામે કાર્ગો ક્લિયરન્સમાં પડતી પરેશાની હળવી થશે. ખોડિયાર ખાતે આઈ.સી.ડી. તથા એરપોર્ટ પર કાર્ગો ક્લિયરન્સ માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ હોવાને કારણે વિદેશથી આવતા કાર્ગોના ક્લિયરન્સની કામગીરીમાં વિલંબ થાય છે અને તેના કારણે કસ્ટમ હાઉસ એજન્ટ તેમજ નિકાસકારોને મુશ્કેલી પડે છે. અંગે કસ્ટમ્સ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરાતાં રિસ્ટ્રક્ચરિંગની કવાયત હાથ ધરીને સ્ટાફ વધારવા અંગે સક્રિય વિચારણા કરવામાં આવશે.

વિલંબથી કસ્ટમ્સ હાઉસ એજન્ટ (સીએચએ), નિકાસકારો અને આયાતકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિલ્હીમાં એરપોર્ટ પર રાત્રે ત્રણ વાગ્યે પણ કાર્ગો આવે તો ત્યાં ઈન્ટરનેશનલ ફ્રેઈટ ઓફિસર હાજર હોવાથી તેના ક્લિયરન્સની કામગીરીમાં મુશ્કેલી પડતી નથી.