• Gujarati News
  • છેવટે સુરતી વેપારીઓએ એરલાઇન શરૂ કરવી પડી

છેવટે સુરતી વેપારીઓએ એરલાઇન શરૂ કરવી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંવિમાન સેવા બરાબર હોવાની શહેરના ઉદ્યોગકારોમાં ફરિયાદ રહેતી હતી. જોકે સરકારી સેવાની ઉદાસીનતા સામે ચાર ઉદ્યોગકારોએ અનોખું સાહસ ખેડી પોતાની એરલાઇન શરૂ કરી દીધી છે, જેનું નામ ‘ડાયમંડ એરોનોટિક’ આપવામાં આવ્યું છે. ધનતેરસના દિવસે મંગળવારે નવી એરલાઇનનું પહેલું પ્લેન સુરત પહોંચ્યું હતું. જોકે અન્ય લોકોને વિમાની સેવાનો લાભ પહેલી ડિસેમ્બરથી મળશે. જ્યારે ચાર્ટર સુવિધા દિવાળીથી શરૂ થશે. એરલાઇન શરૂ કરનારા ઉદ્યોગકારોમાં સવજી ધોળકિયા, ગોવિંદ ધોળકિયા, લાલજી પટેલ, લવજી બાદશાહનો સમાવેશ થાય છે. ઉદ્યોગકારોમાંથી એક સવજી ધોળકિયાએ તો એક દિવસ પહેલાં પોતાના કર્મચારીઓને 491 કાર અને 207 ફ્લેટ ભેટમાં આપ્યાં હતાં.

અન્ય કંપનીની નીરસતા

2007માં સુરતમાં વિમાની સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી બે ફ્લાઇટ ઉપલબ્ધ છે. તેમાંથી એક કંપનીએ તો હજી મુંબઈ-સુરતની ફ્લાઇટ બંધ કરી દીધી છે.

રાજ્યમાં અમદાવાદ,રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, અમરેલી, વડોદરા તથા મુંબઈ, નાસિકને પણ એરલાઇનના નેટવર્ક સાથે જોડવાની યોજના છે. હાલ તો તેમના કાફલામાં બે નવ સીટર પ્લેન, એક ચાર સીટર પ્લેન અને એક હેલિકોપ્ટર હશે.

એરલાઇન્સને આગળજતાં વધુ વિકસિત કરવામાં આવશે તેમ ઉદ્યોગકાર લાલજી પટેલે જણાવ્યું હતું. તેમના મુજબ એર એમ્બુલન્સ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર બાદ વધુ પ્લેન અને હેલિકોપ્ટર્સ ખરીદવામાં આવશે.

એર એમ્બુલન્સ તરીકે પણ વિમાનનો ઉપયોગ થશે

ડાયમંડ એરોનોટિક

એરલાઇનના પહેલા પ્લેનનું સુરતમાં આગમન