તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટોળાંની આગેવાની લેનારા 12 સામે હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયા

ટોળાંની આગેવાની લેનારા 12 સામે હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહપુરમાંરવિવારે થયેલા તોફાનોમાં બેથી ત્રણ હજાર જેટલા તોફાની લોકોનાં ટોળાંની આગેવાની લઈ ઉશ્કેરણી કરનારા મુખ્ય બાર સૂત્રધારોને પોલીસે ઓળખી કાઢ્યા છે. બાર ઉપરાંત ટોળા સામે પોલીસે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધ્યો છે. રવિવારે ક્રાઈમ બ્રાંચની ટીમો વોન્ટેડ આરોપીને પકડવા માટે ગઈ ત્યારે 1500 લોકોનાં ટોળાંએ ક્રાઈમ બ્રાંચના ડીસીપી હિમાંશુ શુકલા, એસીપી એમ.ડી.ચૌધરી, પી.આઈ શંકર ચૌધરી અને પી.આઈ ભાવેશ રોજિયાનો કાફલો વ્રજ વ્હીકલની પાછળથી પસાર થતો હતો ત્યારે તેમની પર પાંચ પેટ્રોલ બોમ્બ ફેંકાયા હતા. એકાએક ચોક્કસ પોલીસના અધિકારીઓને ટાર્ગેટ કરી ફેંકાયેલા પેટ્રોલ બોમ્બ કેવી રીતે, કયાં અને કોણે તૈયાર કર્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.