• Gujarati News
  • આંગડિયાને લુંટવા નીકળેલા ત્રણેય શખ્સો રિમાન્ડ પર

આંગડિયાને લુંટવા નીકળેલા ત્રણેય શખ્સો રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરનાં ઘ-૦ સર્કલ પાસેથી સેકટર ૭ પોલીસે સોમવારની રાત્રે અમદાવાદનાં એક આંગણીયા કર્મચારી પાસેથી રૂ. ૩૦ લાખ લૂંટવા નિકળેલા ૩ શખ્સોને દેશી તમંચા તથા છરા જેવા હથીયાર સાથે પકડી પાડયા હતા. જેઓની વધુ પુછપરછ માટે કોટર્માં રજુ કરતા કોટર્ે આ આરોપીઓને ૨ દિવસનાં રીમાન્ડ પર સોપ્યા છે. સેકટર ૭ પોલીસ પીઆઇ જે એમ ભરવાડ તેની ટીમ સાથે સોમવારે રાત્રે ઘ-૦ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સર્કલ પાસેનાં ખુલ્લા મેદાનમાં સુતેલા ૩ શખ્સો પોલીસને જોઇને નાસવા લાગ્યા હતા. પોલીસને શંકા જતા ૩ શખ્સો મોહનસિંહ લખસિંગ સોઢા, જયસિંગ વિજયસિંગ ભાટી(બંને રહે રાજસ્થાન) તથા નવાબ અખ્તર યુસુફખાન પઠાણ(રહે કડી જી. મહેસાણા)ને પકડી પાડયા હતા. પોલીસને તેઓ પાસેથી એક થેલીમાં છુપાવેલ દેશી બનાવટનો તમંચો તથા બે ધારદાર છરા જેવા હથીયારો પણ હાથ લાગ્યા હતા. જેઓની પુછપરછ કરતા આ ત્રણેય શખ્સો અમદાવાદનાં આઝાદસિંગ નામનાં શખ્સ સાથે મળીને આંગણીયા કર્મચારી પાસેથી રૂ. ૩૦ લાખ લુંટવાનાં હોવાની વિગતો મળી હતી.