• Gujarati News
  • ધર્મગુરુઓએ તમાકુ છોડવાની અપીલ કરી

ધર્મગુરુઓએ તમાકુ છોડવાની અપીલ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૧મી મેના રોજ ઊજવાય છે ત્યારે શહેરમાં તમાકુ છોડવા માટે હાથ ધરાયેલાં અભિયાનમાં સમાજના ચાર ધર્મના ધર્મગુરુઓ જોડાયા હતાં. એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ પોલીસ, અમદાવાદ ડેન્ટલ કોલેજ અને એમ-પાવર ક્રિકેટ એકેડેમીએ સાથે મળીને સમાજમાંથી તમાકુની બનાવટોથી દૂર રહી લોકોને કેન્સરથી બચાવવા માટેનું અભિયાન હાથ ધર્યુ છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ ઇસ્કોન મંદિરના જશોમતીનંદનદાસ, જગન્નાાથ મંદિરના મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, શીખ સમુદાય, મણિનગર ગુરુદ્વારાના ગ્યાનીજી હરપ્રિતસિંગ સૈની અને બાપુનગર મોમીન મસ્જિદ-ઇમામ મસ્જિદના પ્રમુખ મૌલાના ખાતીબો ઇમામે સાથે મળીને સમાજમાંથી તમાકુથી લોકોને દૂર રહેવા માટે આહવાન કર્યુ હતુું, અને તમાકુ છોડાવવાના અભિયાનને ધેર-ધેર પહોંચાડવાનો સંકલ્પ કર્યોહતો.
શહેરના પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ દ્વારા જાહેરમાં ધૂમ્રપાન કરતાં ૭૭૦૩ લોકોને દંડ કરાયો છે. પોલીસ કર્મીઓમાં પણ તમાકુનું વ્યસન વધુ છે તે ઘટાડવા માટે અમે નિદાન- સારવારના પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રસંગે એચસીજી કેન્સર સેન્ટરના સીઓઓ ડો. ભરત ગઢવી અને હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડો. રાજેન્દ્ર ટોપરાનીએ તમાકુથી સમાજ પર વધતાં ભારણ, બચવાના ઉપાયો, નિદાન-સારવારની વિસ્તૃત ચર્ચા કરીને વધુને વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ધર્મગુરુઓ સાથે પોલીસ કમિશનર શિવાનંદ ઝા પણ હાજર રાાં હતાં.