• Gujarati News
  • આદાનપ્રદાન જાહેર ોત્રની બેંક માગે તો ડિફોલ્ટરની સ્થાવર જંગમ મિલકતની યાદી આપશે

આદાનપ્રદાન જાહેર ોત્રની બેંક માગે તો ડિફોલ્ટરની સ્થાવર-જંગમ મિલકતની યાદી આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિફોલ્ટરની મિલકતો વેચતાં પહેલાં એનઓસી
ઇન્કમટેકસ હવે ડિફોલ્ટરની માહિતી બેંકોને આપશે
ઇન્કમટેકસ વિભાગ જાહેર ોત્રની બેંક માગે તો ડિફોલ્ટરની સ્થાવર અને જંગમ મિલકતની યાદી ગુપ્તતાના કરારો કરીને આપશે. ઉપરાંત ગેરેન્ટરની મિલકતોની વિગતો પણ આપશે. અત્યારે કોઈ કરદાતાની માહિતી ના આપી શકાય અને તે ગુપ્ત રાખવાની હોય છે તેવું કારણ આપીને આ માહિતી આપવામાં આવતી નથી. આ માહિતી બેંકો પાસે આવશે અને બેંક જો રિકવરી માટે ખરેખર કામ કરશે તો બેંકોની રિકવરીમાં સુધારો થશે અને જાહેર ોત્રોની બેંકોની સ્થિતિ પણ સુધરશે. આવી માહિતી આપવાની સત્તા ઇન્કમટેકસ વિભાગે પ્રિન્સિપલ ચીફ કમિશનરને આપી છે.
માર્ચમાં નાણાં મંત્રાલય સાથે જાહેર ોત્રની બેંકોએ મીટિંગ કરી હતી અને બેંકના ડિફોલ્ટર્સની વેલ્થ ટેકસના રિટર્નની વિગતો મળી રહે તેવી માગ કરી હતી. જો બેંક પાસે આવી માહિતી આવે તો બેંકો ડિફોલ્ટરની બીજી મિલકતો પર કોટર્માંથી ટાંચ લાવીને વસૂલાત કરી શકે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસે દેશભરના પ્રિન્સિપલ ચીફ કમિશનર્સને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે વેલ્થ ટેકસ એકટ ૧૯૫૭ની કલમ ૪૨બીમાં જણાવ્યા મુજબ જો ચીફ કમિશનરને લાગે કે જાહેર હિતમાં વેલ્થ ટેકસની માહિતી આપવાને લાયક છે તો તે આપી શકે છે. આ કલમ હેઠળ ચીફ કમિશનર જાહેર ોત્રની બેંકોની લોન લેનારા, મોર્ગેજ કરનારા અને ગેરેંટરની મિલકતોની વિગતો જાહેર ોત્રની બેંકને આપી શકે છે.
જોકે આ માહિતી ગુપ્ત હોવાના કારણે બેંકોએ ઇન્કમટેકસ વિભાગ સાથે ગુપ્તતાના કરાર કરવા પડશે અને લોન રિકવરી સિવાય આ માહિતીનો કોઈ ઉપયોગ નહિ થાય અને અન્ય કોઈ વ્યકિત કે એજન્સી સાથે આ માહિતી શ\\\"ર કરી શકાશે નહિ તેના કરાર કરવા પડશે. આ કરાર બેંક મેનેજરથી નીચેનો અધિકારી કરી નહિ શકે.
અમને ડિફોલ્ટરની મિલકતો સરળતાથી મળી જશે
સામાન્ય રીતે અમારી પાસે ડિફોલ્ટરની દેશભરની મિલકતોની વિગતો હોતી નથી અને અમારી રિકવરી કરવા માટે આવી મિલકતો શોધવા માટે કેટલીક વખત બેંકો એજન્સી પણ રોકતી હોય છે. જો ઇન્કમટેકસ આવી માહિતી અમને આપશે તો અમે મજબૂત બનીશું અને અમારી રિકવરી ઝડપી બનશે.’ -યુ. કે. બીજાપુર, જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા
સીબીડીટીએ આ પ્રક્રિયામાં પોતાનાં હિતો પણ સાચવવાનું કામ કર્યું છે, જે તે બેંકે મિલકતોની હરાજી કરતા પહેલાં ડિફોલ્ટરના ટેકસનાં નાણાં બાકી નથી તેવું નો ઓબ્જેકશન સટિર્ફિકેટ મેળવવાનું રહેશે. જો આ ડિફોલ્