• Gujarati News
  • મોદી સરકારની સફળતા છે

મોદી સરકારની સફળતા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરપકડ કરાયેલા માછીમારના પરિવારને દૈનિક ૧૫૦ની સહાય અપાય છે
પાક.ની જેલમાં ટીવીમાં મોદી જીત્યા તે નિહાળ્યું
કાળુપુર રેલવે સ્ટેશન પર ફૂલહાર પહેરાવી માછીમારોનું સ્વાગત
મુકિત પાક. જેલમાંથી માછીમારો વતન પહોંરયા
પાકિસ્તાનની જેલમાં કેદ ૧૫૧ ભારતીય માછીમારોને ગત ૨૬મી મેએ મુકત કરવામાં આવ્યા બાદ રાજયના માછીમારો ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે કાળુપુર રેલવે સ્ટેશને પહોંરયા હતા, જયાં મત્સ્યધોગના પ્રધાન બચુભાઈ ખાબડે તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની શપથવિધિના દિવસે પાકિસ્તાનની જેલમાં બંધ ૧૫૧ ભારતીય માછીમારોને વાઘા બોર્ડર સુધી લાવવામાં આવ્યા હતા. તેમાંથી ગુજરાતના માછીમારો ગુરુવારે સવારે ટ્રેન મારફતે કાળુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા. આ માછીમારોને ગત ૨૭ મેના રોજ અમૃતસરથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા સુધી લાવવામાં આવ્યા હતા. વડોદરાથી વેરાવળ માટે અલગ ટ્રેનમાં સફર કરી ગુરુવારે સવારે સાડા આઠ વાગે તેઓ કાળુપુર રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. જયારે મત્સ્યધોગ ડિપાટર્મેન્ટના અધિકારીઓ દ્વારા ભારત સરકારે પણ આશરે ૩૦ જેટલા પાકિસ્તાની માછીમારોને છોડયા હોવાનું જણાવ્યું છે. મત્સ્યોધોગ ખાતના રાજય ક ાાના મંત્રી બાબુભાઈ બોખીરિયા દ્વારા ૭ અધિકારીની ટીમ બનાવી ગત ૨૫ મેના રોજ વાઘા બોર્ડર પર માછીમારોને માદરે વતન પરત લાવવા મોકલવામાં આવી હતી.
પોરબંદર માછીમાર પુના જેસા ભાલીયા, બાલુ લખમણ ભાલીયાએ જણાવેલ હતુ કે, અમોએ જેલની અંદર ટીવીમાં મોદી ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન બન્યા તે નિહાળ્યું હતું.
પાકિસ્તાનની જેલમાં કોઈ તકલીફ ન હતી
પાકિસ્તાનની જેલોમાં કોઈ અધિકારીએ અમને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો ન હતો. જયારે જેલમાં તેઓ થોડું કામ કરાવતા હતા. મને ઘર પરત ફરવાની ખુશી છે. -વિજય, માછીમાર
માછીમારોની પાકિસ્તાન દ્વારા ધરપકડ થયા બાદ રાજય સરકાર દ્વારા માછીમારના પરિવારને જે તારીખે માછીમાર પકડાય ત્યાંથી વતન પરત ફરે ત્યાં સુધી દૈનિક ૧૫૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
માછીમારોનું રેલવે સ્ટેશન પર સ્વાગત કરાયું હતું. નરેન્દ્ર મોદી સરકારની આ સફળતા છે. તેમની પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વરચે થયેલી મંત્રણાનું આ પરિણામ છે. માછીમારોની મુકિત બદલ હું નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું. બચુભાઈ ખાબડ, મત્સ્યોધોગ, રાજયમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથ