• Gujarati News
  • દોડધામ જાનૈયાઓએ વરઘોડામાં ફટાકડા ફોડતા તકરાર બાદ વાત વણસી

દોડધામ જાનૈયાઓએ વરઘોડામાં ફટાકડા ફોડતા તકરાર બાદ વાત વણસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં ટોળાનો સામસામે પથ્થરમારો
કડીના કરણનગર રોડ સ્થિત જયગુરૂદેવ સોસાયટીમાં રહેતા રાજુભાઇ દરબારને ત્યાં દિકરાના લગ્ન હોઇ અમદાવાથી રવિવારે આવેલ જાનૈયાઓએ વરઘોડામાં ફટાકડા ફોડતા સામેની સોસાયટીના રહીશે ફટાકડા ફોડવાની ના પાડતા જેની અદાવતમાં બીજા દિવસે રાત્રિ દરમિયાન બંન્નો પરિવારના ટોળાઓ સામ-સામે આવી જઇ હથિયારો ધારણ કરી ધીંગાણું મચાવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ. જે અંગે કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતી પર કાબૂ મેળવી બંન્નો ટોળાના ૧૧ ઇસમો વિરૂઘ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
કડીના કરણનગર રોડ સ્થિત જય ગુરૂદેવ સોસાયટીમાં રહેતા રાજુભાઇ દરબારની દિકરીના લગ્ન તેમના મકાનની પાછળ આવેલ અવસર પાર્ટી પ્લોટમાં રવિવારે રાખેલ હોઇ દિકરીની જાન અમદાવાદથી આવેલ. દરમિયાન જાનૈયાઓ વરઘોડો લઇને ફટાકડા ફોડતા આવી રહેલ દરમિયાન જય ગુુરૂદેવ સોયાટીની સામે વર્ધમાન નગર સોસાયટી મા રહેતા પટેલ રજનીભાઇ ગોરધનભાઇ ની મકાન પાછળના પાર્લરમાંથી ફટાકડા ઘરમાં આવતા રજનીભાઇ જાનૈયાઓને ઠપકો આપવા ગયેલ દરમિયાન બોલાચાલી બાદ સમાધાન થયેલ. જે અંગેની અદાલત રાખી સોમવારે રાત્રિ દરમિયાન આશરે નવેક વાગ્યાના સુમારે પટેલ રજનીભાઇ ગોરધનભાઇ સહિતના માણસો ગે.ઠા.મંડળી બનાવી લોખંડની પાઇપ સહિતના હથિયારો ધરાણ કરી જય ગુરૂદેવ સોસાયટીમાં ઘુસી જઇ પથ્થરમારો રાજુભાઇ દરબાર સહિત આસપાસના લોકોના ઘરો ઉપર હુમલો કરી પથ્થરમારો કરી બારીઓના કાચ તોડી નાંખેલ જયારે સોસાયટીમાંપડેલ રી ાા, છોટાહાથી, મોટર સાયકલ સહિતના વાહનો ની તોડફોડ કરી ચાર-પાંચ ઇસમોને ઇજાઓ પહોંચાડી નાસી ગયેલ. જયારે સામે પ ો દરબાર રાજુભાઇનું વીસેક માણસોનું ટોળુ હાથમાં લાકડી, ધારીયું સહિતના હથિયારો ધારણ કરી પટેલ રજનીભાઇના પરિવાર ઘર પર હુમલો કરી તોડફોડ આશરે છ જેટલા લોકોએ ગંભીર ઇજાઓ પહોંચાડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.