• Gujarati News
  • સેટેલાઈટમાં મોબાઈલની લૂંટ કરનારા બે પકડાયા

સેટેલાઈટમાં મોબાઈલની લૂંટ કરનારા બે પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબાવાડી સ્થિત સહજાનંદ કોલેજ રોડ પર એકસેસ પર જતી તરુણીના હાથમાંથી મોબાઈલની લૂંટ કરનારા બે લૂંટારુઓને સેટેલાઈટ પોલીસે ઝડપી પાડયા હતા. મોબાઈલની લૂંટ કરીને ભાગવા જતા બાઈક પરથી પટકાયા બાદ બંને લૂંટારુ બાઈક મૂકી ભાગ્યા હતા. બાઈક નંબરના આધારે પોલીસ લૂંટારુના ઘર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી.
અ ાર એપાટર્મેન્ટમાં રહેતી ક્રિષ્ણા અમીન અને તેની નાની બહેન નીતિ એકસેસ પર ગઈ ૨૮ની રાત્રે અગિયાર વાગ્યે સહજાનંદ કોલેજ રોડ પરથી જતી હતી ત્યારે બાઈક સવારે તેમનો પીછો કર્યોહતો. તકનો લાભ લઈ પાછળ બેઠેલી નીતિના હાથમાંથી મોબાઈલ લૂંટયો હતો. જો કે, નીતિએ બળ વાપરીને મોબાઈલ જકડી રાખતા તેની બહેન ક્રિષ્ણા અને સામે બાઈક હંકારનારે બેલેન્સ ગુમાવતા ચારેય પટકાયા હતા. નીતિ ઊભી થઈને હિંમતભેર લૂંટારુ સામે થઈ. જેને પગલે તે લૂંટારુ મોબાઈલ ફેંકી બાઈક મૂકી પલાયન થઈ ગયો. ક્રિષ્ણાએ સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ આપી હતી.