• Gujarati News
  • ઘર છોડીને ભાગી ગયેલા રાજસ્થાની બાળકનું પરિવાર સાથે મિલન થયું

ઘર છોડીને ભાગી ગયેલા રાજસ્થાની બાળકનું પરિવાર સાથે મિલન થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાં વતની અને જોધપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતાં રીનાબેન હર્ષદકુમાર રાવલ ૧૫મી મેએ જોધપુર-અમદાવાદ ટ્રેનના લેડિઝ કોચમાં બેસીને પાટણ આવવા નીકળ્યાં હતાં ત્યારે મારવાડ જંકશનથી આ કોચમાં ચઢેલા એક દશ વર્ષના એકલા બાળકે તેમનું ઘ્યાન ખેંરયું હતું. બાળક ઘર છોડીને ભાગ્યો હોવાનું જાણ્યા બાદ યુવતીએ મહેસાણા રેલવે પોલીસની મદદથી તેને બાળ ઓબ્ઝર્વેશન હોમમાં સોંપતાં ચાઈલ્ડ વેરફેર કમિટી દ્વારા બાળકનું કાઉન્સીલીંગ કરી તેનું પુન: સ્થાપન કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. બાળક અજમેરનો હોવાનું જણાવતો હોઈ ત્યાંની ચાઈલ્ડ લાઈનમાં આ અંગે તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ બાળકના પરિવારજનો પણ તેની શોધખોળમાં હતા.
જેમણે ચાઈલ્ડ લાઈનનો સંપર્ક કરતાં ચાઈલ્ડ લાઈને પરિવારજનો અંગે મહેસાણા ચાઈલ્ડ વેલફેર કમિટીને જાણ કરતાં ખાતરી બાદ આ બાળક વિજેશ બાબુલાલ પવાર (નાયક) હોવાનું તેમજ તે અજમેર નહીં પણ મારવાડ જંકશને રેલવે કોલોનીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. સોમવારે વિજેશનાં માતા લીલાદેવી તેમજ તેના પિતરાઈ ભાઈ રમેશચંદ્ર મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં આવી પહોંચતાં માતા-પુત્રના મિલનથી લાગણીસભર ¼શ્યો સર્જાયાં હતાં.
પુત્રને સહીસલામત જોઈ માતાએ તેને છાતી સરખો ચોંપી દીધો હતો.