• Gujarati News
  • વેજલપુરની અપહૃત યુવતીની મોટી બહેનના અપહરણની ધમકી

વેજલપુરની અપહૃત યુવતીની મોટી બહેનના અપહરણની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપૂરમાં રહેતી ૧૬ વર્ષની તરુણીને વેજલપુર પોલીસે ઉત્તર પ્રદેશથી ખંડણીખોરની ચુંગાલમાંથી છોડાવી અપહરણ કરનારા ખંડણીખોરની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ, તરુણીનું અપહરણ કરનાર ખંડણીખોરે ગુરુવારે પુન: તરુણીની માતાને ફોન કરી પાંચ લાખ આપો નહીં તો મોટી દીકરીનું અપહરણ કરી જવાની ધમકી ઉરચારતા વેજલપુર પોલીસ પુન: દોડતી થઈ હતી.
વાસણા ચંદ્રનગર રંગ સાગર ફલેટમાં રહેતા હરિશભાઈ ગાયકવાડની નાની દીકરી વૈશાલીનું ૧૬ મે ના રોજ તેની સગી બહેન પિન્કીએ તેના પતિ સાથે મળી અપહરણ કરાવી લીધું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જેના આધારે પોલીસે આગ્રાના ફતેપુરાથી વૈશાલીને હેમખેમ છોડાવી હતી.
પોલીસે વૈશાલીને પુછપરછ કરતાં આ સમગ્ર વિગતો પ્રકાશમાં આવી હતી. પોલીસે યુપી જઇને તરુણીને છોડાવી લાવી અને પિન્કીને સા ાી બનાવવાની તજવીજ ચાલી રહી છે. પરંતુ આજે ફરી ક્રિષ્ણાએ પુન: તરુણીની માતાને ફોન કરી પાંચ લાખ આપો નહીં તો મોટી દીકરીનું અપહરણ કરી જવાની ધમકી આપી હતી. આ ફોનથી આ કેસમાં તદ્દન નવો વળાંક આવતાં વેજલપુર પોલીસે વધુ તપાસ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.