• Gujarati News
  • નેશનલ ઇિન્સ્ટટ્યુટ ઓફ ડિઝાઇન, અમદાવાદનાં એલ્યુમિની અજય કનૌજિયાની બે ફિલ્મો

નેશનલ ઇિન્સ્ટટ્યુટ ઓફ ડિઝાઇન, અમદાવાદનાં એલ્યુમિની અજય કનૌજિયાની બે ફિલ્મો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ઇિન્સ્ટટ્યુટ ઓફ ડિઝાઇન, અમદાવાદનાં એલ્યુમિની અજય કનૌજિયાની બે ફિલ્મો ‘ઘુમંટુ’ અને ટોબા ટેક સિંઘ’ને મુંબઇમાં યોજાનારા ટાટા ઇિન્સ્ટટયુટ ઓફ સોશિયલ સાયન્સનાં ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ કરવામાં આવી છે.

મન્ટોની વર્ષ 1955માં લખેલી શોર્ટ સ્ટોરિ ‘ટોબા ટેક સિંઘ’ પરથી ફિલ્મ બની છે. વર્ષ 1947માં થયેલાં ભારત-પાકનાં ભાગલા પછી કેટલાંકને લાહોરનાં અસાયલમમાં ટ્રાન્સફર કરાયા હતાં. વાર્તા ભારત-પાકનાં સંબંધો પર એક પાવરફુલ સટાયર છે. ભાગલા પછીનાં ત્રણ વર્ષના સમય ગાળા દરમિયાનમાં વાર્તાને સેટ કરાઇ છે. લાહોરનાં અસાયલમાં રહેતો બિશન સિંઘને ફરતે વાર્તા લખાઇ છે, જે તોબા ટેક સિંઘ ગામનો રહેવાસી છે. જેમાં બિશન સિંઘને ભારત મોકલવામાં આવે છે. પરંતુ તેનું વતન ટોબા ટેક સિંઘ ગામ પાકિસ્તાનમાં હોઇ તે ભારત જવાની ના પાડે છે.

‘ટોબા ટેક સિંઘ’માં શું છે?

city pride

િસટી રીપોર્ટર :અમદાવાદ

નેશનલઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદનાં એલ્યુમિની અજય કનોજિયાની બે ફિલ્મો ‘ઘુમંટ’ અ્ને ‘ટોબા ટેક સિંઘ’ મુંબઇમાં યોજાનારા ટાટા ઇિન્સ્ટટયુટ ઓફ સોશિયલ સાયન્સનાં 7માં એડિશન ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઇ છે. અજય કનૌજિયાએ કહ્યું કે, બંને ફિલ્મો મેં એનઆઇડીમાં અભ્યાસ દરમિયાન બનાવી હતી. ‘ટોબા ટેક સિંઘ’ ફિલ્મને મેં મારા કોલેજની શરૂઆતનાં દિવસોમાં જાન્યુઆરી 2012માં બનાવી હતી, જે જાણીતાં ઉર્દૂ લેખકની વાર્તા પરથી મેં બનાવી છે. જેમાં મેં 25જેટલી એક્ટ્રેસિસનો સમાવેશ કરીને મારા ખર્ચે ફિલ્મ પ્રોડયુસ કરી હતી. જ્યારે ઘુમંટુ ફિલ્મને મેં પાંચમાં સેમેસ્ટરનાં ડિપ્લોમાં પ્રોજેક્ટ માટે તૈયાર કરી હતી. બંને ફિલ્મો ફિલ્મ ફેસ્ટિવલ માટે સિલેક્ટ થઇ છે, તે માટે એક્સાઇટેડ છું.

‘ઘુમંટુ’ અને ‘ટોબા ટેક સિંઘ’ ફિલ્મ પહોંચી ફિલ્મ ફેસ્ટમાં

નવી દિલ્હીની શાદીપુર ડેપોનાં સ્લમ વિસ્તારમાં કઠપુતળી આર્ટિ‌સ્ટ્સ, ડાન્સર્સ, મદારીઓ, ફોક સિંગર્સ, જગલર્સ, જાદુગરો, વગેરેની ત્રીજી પેઢી વસે છે. મોર્ડનાઇઝેશન અને અર્બનાઇઝેશનનાં સતત વધારાને લીધે વિસ્તારમાં થોડાંક વખત પછી રેસિડેન્ટ વિસ્તાર તૈયાર થવા જઇ રહ્યો છે, તેમને ડર છે કે સરકાર તરફથી થયેલાં વાયદાઓ પૂરાં થશે કે કેમω શું જે થશે તે યોગ્ય થશેω તેમનામાં આઇડેન્ટિટિ ક્રાઇસિસનો મુદ્દો ઉદ્ધભવે છે. એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે.

‘ઘુમંટુ’માં શું છે?