• Gujarati News
  • નૃત્યની કલા તે આપણો વારસો છે. સદીઓથી તે સંસ્કૃતિનો એક

નૃત્યની કલા તે આપણો વારસો છે. સદીઓથી તે સંસ્કૃતિનો એક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૃત્યની કલા તે આપણો વારસો છે. સદીઓથી તે સંસ્કૃતિનો એક ભાગ છે. જો કે આજે ડાન્સ મોટા વે પર પરફોર્મ થાય છે અને તેનો હેતુ પણ ચેન્જ થયો છે તે જુદી વાત છે. ખાસ કરીને કથકનીવાત કરીએ તો તે મુઘલ પીરિયડમાં પરફોર્મ થતું. 55 વર્ષ પહેલા અમદાવાદમાં કથકની શરૂઆત કરી ત્યારે તેને બહુ ઓછા લોકો જાણતા હતા. પછી તેમાં ગ્રુપ કમ્પોઝિસન્સ શરૂ કર્યા. ખરા અર્થમાં ડાન્સ ફોમ બે પ્રકારના છે. નટરાજ(શિવ) અને નટવર(કૃષ્ણ). તેમાં વૈષ્ણવ ટ્રેડિશનમાં કથક આવે છે. કથકમાં કોસ્ચ્યુમ, કલર અને મટિરીયલનું વેઈટ મહત્વનો ભાગ ભજવે છે. ઉમરાવજાનના શૂટિંગ વખતે લખનૌમાં રેખા સાથે અમે કોસ્ચ્યુમ બરાબર આવતા તત્કાળ ટેલર પાસે બનાવવા નીકળ્યા હતા તે વાત મને આજ પણ બરાબર યાદ છે. -પદ્મભૂષણકુમુદિની લાખિયા, નૃત્યાંગના

નૃત્યએ આપણો વારસો છે

lecture

નૃત્ય દ્વારા કથકનું સૌંદર્ય સમજાવ્યું

િસટી રીપોર્ટર :અમદાવાદ

ગુજરાતવિશ્વકોષ ઓડિટોરીયમના સ્ટેજ પર નૃત્યાંગનાઓ રૂપાંશી કશ્યપ અને સંજુક્તાસિંહાએ કથકના બેઝ પર આધારિત નૃત્યમાં પંચભૂતન પ્રસ્તુતી કરીને તેનુ એસ્થેટિક ઈમ્પોર્ટન્ટ પ્રેઝન્ટ કર્યુ. પદ્મભૂષણ કુમુદિની લાખિયાના નૃત્ય પ્રસ્તુતિમાં સૌદર્યનો આવિર્ભાવ વિષય પર વક્તવ્યની શરૂઆતમાં બંન્ને નૃત્યાગનાઓએ ટાઈમ, સ્પેસ અને ફ્લોર યુઝ કરીને સ્લો મૂવમેન્ટવાળા આમત પરફોર્મન્સની રજૂઆત કરીને ડાન્સની આર્કિટેક્ચરલ વેલ્યુ સમજાવી.

રૂપાંશી અને સંજુક્તાએ એક પછી એક પરફોર્મન્સ જેમાં સિમ્પલ સ્પેસ યુજ કરીને આકાશ ભ્રમરી કે જે કથકની ન્યુ મલ્ટિ કલ્ચરલ આઈડેન્ટિટી છે તે દર્શાવી. પ્રસ્તુતીથી બોડીને ડિફરેન્ટ વેથી ટ્રીટ કરીને એનર્જી લેવલ ડેવલપ થાય છે. અંતમાં તેમણે ગતભાવમાં રાધા-કૃષ્ણની વાર્તાને તાલબદ્ધ રીતે નૃત્ય દ્વારા રજૂ કરી.

નૃત્યાંગના કુમુદિની લાખિયાએ વિશ્વકોષમાં નૃત્ય પ્રસ્તુતિમાં સૌદર્યનો આવિર્ભાવ પર લેકચર આપ્યું