• Gujarati News
  • દેખાવ માર્ચ ૧૪ના અંતે પુરા થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક ગાળામાટે નિરાશાજનક

દેખાવ માર્ચ-૧૪ના અંતે પુરા થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક ગાળામાટે નિરાશાજનક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્પાદન અને ખાણ સેકટરમાં ચાલુ રહેલી મંદીની સ્થિતિના કારણે દેશનો આર્થિક વૃદ્ધિદર ૨૦૧૩-૧૪ના વર્ષ દરમિયાન ૪.૭ ટકાની સુસ્ત સપાટીએ નોંધાયો છે. જે આગલાં વર્ષે સૌથી નીચો ૪.૫ ટકા નોંધાયો હતો. મોટાભાગના નિષ્ણાતો એવી ધારણા સેવતાં હતા કે વૃદ્ધિદર ૫ ટકા આસપાસ તો રહેશે જ. સરકારે પણ ૪.૯ ટકાનો અંદાજ સેવ્યો હતો. તેની સામે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી) તરીકે ઓળખાતો આર્થિક વૃદ્ધિદર નીચો રાો છે. ત્રિમાસિક ધોરણે જીડીપી ૪.૬ ટકા (૪.૪ ટકા) નોંધાયો છે. માથાદીઠ આવક ૨.૭ ટકા (૨.૧ ટકા) રહેવાનો અંદાજ મૂકાયો છે. હાલની કિંમતના સ્તરે માથાદીઠ આવક રૂ. ૬૭૮૩૯થી ૯.૬ ટકા વધી રૂ. ૭૪૩૮૦ની સપાટીએ પહોંચી છે. વર્તમાન કિંમતના સ્તરે ગ્રોસ ફિકસ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ) રૂ. ૩૦.૭૨ લાખ કરોડથી વધી રૂ. ૩૨.૧૧ લાખ કરોડે પહોંચવાનો અંદાજ સેવાય છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદ્મ્બરમે પણ જીડીપી વૃદ્ધિદર નિરાશાજનક હોવાની વાત કબૂલી છે.
રાજકોષિય ખાધ ૪.૫ ટકા થઇ
સરકારી ખર્ચમાં ઘટાડાના પગલે દેશની રાજકોષિય ખાધ વર્ષ ૨૦૧૩-૧૪માં ઘટીને જીડીપીના ૪.૫ ટકા (૪.૬ ટકા) થઇ છે. સરકારી આવક અને ખર્ચ વરચેનો ગેપ દર્શાવતી રાજકોષિય ખાધ વાસ્તવિક ટર્મમાં રૂ. ૫.૨૪ લાખથી ઘટી રૂ. ૫.૦૮ લાખ થઇ છે. કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ(સીજીએ)ના જણાવ્યા અનુસાર જીડીપીની ટકાવારીમાં રાજકોષિય ખાધ ૪.૫ ટકા, રેવન્યુ ખાધ ૩.૨ ટકા થઇ છે. અસરકારક રેવન્યુ ખાધ ૨ ટકા થઇ છે. સરકારી કુલ ખર્ચ રૂ. ૧૫.૬૩ લાખ કરોડ (રૂ.૧૬.૬૫ લાખ કરોડના બજેટ અંદાજ સામે) થયો છે. અંદાજ પાછળથી વચગાળાના બજેટમાં ઘટાડીને રૂ. ૧૫.૯૦ લાખ કરોડ કરાયો હતો.
ત્રિમાસિક વાર્ષિક
વિગત માર્ચ-૧૪ માર્ચ-૧૩ માર્ચ-૧૪ માર્ચ-૧૩
ઉત્પાદન -૧.૪ †૩.૦ (-)૦.૭ †૧.૧
માઇનિંગ (-)૦.૪ -૪.૮ -૧.૪ -૨.૨
ખેત ઉત્પાદન †૬.૩ †૧.૬ †૪.૭ †૧.૪
બાંધકામ †૦.૭ †૨.૪ †૧.૬ †૧.૧
ટ્રેડ-હોટલ્સ †૩.૯ †૪.૮ †૩.૦ †૫.૧
સર્વિસ †૧૨.૪ †૧૧.૨ †૧૨.૯ †૧૦.૯
કોમ્યુ. સર્વિસ †૩.૩ †૨.૮ †૫.૬ †૫.૩
ઇલે.ગેસ. †૭.૨ †૦.૯ †૫.૯ †૨.૩