• Gujarati News
  • મે ૧૪માં વિવિધ સ્રોતની સ્થિતિ

મે-૧૪માં વિવિધ સ્રોતની સ્થિતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલ ઇન મે એન્ડ ગો અવે કહેવત ખોટી પડી!
શેરબજારો માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે અર્થાત્ મે મહિનામાં વેચીને બજારથી દૂર થઇ જાવ. પરંતુ ભારતીય શેરબજારોએ આ કહેવતને ખોટી પાડી છે. મે-૧૪ દરમિયાન સેન્સેકસે ૨૪૧૭ પોઇન્ટ અને નિફટીએ ૧૮૧૩ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. જેના કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. ૭.૭૦ લાખ કરોડનો જંગી વધારો થયો છે. મે-૧૩માં પણ સેન્સેકસ સાધારણ ૨૪ પોઇન્ટ સુધર્યોહતો અને નિફટી ૩૯ પોઇન્ટ જેટલો સુધર્યા હતા.ઇકિવટીમાં સુધારા સામે સોના-ચાંદીમાં મંદીનો ટ્રેન્ડ જારી રાો હતો. જયારે ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ રૂ. ૧.૦૫ મજબૂત થયો હતો.નિષ્ણાતોના મત અનુસાર શેરબજારોમાં ટૂંકાગાળાની ચાલ સુસ્ત રહેવા સાથે મંગળવારે આરબીઆઇ દ્વારા વ્યાજદરના મુદ્દે કેવો નિર્ણય લેવાશે તેની ઉપર આધારીત રહેશે. જયારે સોના-ચાંદીમાં હજી ૨-૫ ટકાની મંદી નકારી શકાય નહિં.
વિગત બંધ તફાવત ટકામાં
સેન્સેકસ ૨૪૨૧૭ †૧૮૧૩ †૮.૦૯
માર્કેટકેપ… ૮૨.૭૨ †૭.૭૦ ૧૦.૨૬
નિફટી ૭૨૩૦ †૫૩૫ †૭.૯૯
સોનું ૨૭૪૦૦ -૩૦૦૦ -૧૦.૯૫
ચાંદી ૪૦૫૦૦ -૧૨૦૦ -૨.૯૬
રૂ./ડોલર ૫૯.૧૧ †૧.૦૫ †૧.૭૮