• Gujarati News
  • પાર્થની ગર્ભવતી પત્ની પિયર છે

પાર્થની ગર્ભવતી પત્ની પિયર છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે ફલેટના ધાબે એકલી સૂઇ રહેલી ૧૬ વર્ષની કિશોરીને એક સ્થાનિક પરિણીત એમબીએ થયેલા યુવાને બાથમાં ભીડી લઇને ચુંબન કરી લીધા હોવાની સેટેલાઈટ માણેકબાગ વિસ્તારની ઘટનાએ રહીશોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. યુવાનના આ કત્યથી હતપ્રભ બનેલી કિશોરી દોડીને ઘરે જતી રહી હતી અને આ અંગે પિતાને જાણ કરી હતી. જો કે આ પ્રકારનું કત્ય કરનાર યુવાનને બોધપાઠ શીખવવા માટે કિશોરીએ પોલીસ ફરિયાદ કરવાની ઇરછા દર્શાવતા કિશોરીના પિતાએ આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે યુવાનની ધરપકડ કરી છે.
સેટેલાઈટ માણેકબાગ વિસ્તારમાં આવેલા એક ફલેટમાં રહેતા પરિવારના સભ્યો નિત્યક્રમ અનુસાર સોમવારે રાતે ધાબ સૂવામાટે ગયા હતા. સવારે ૭ વાગ્યે પરિવારના તમામ સભ્યો જાગીને નીચે આવી ગયા હતા જયારે ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની મોના(નામ બદલેલ છે)ધાબે સૂઇ રહી હતી. લગભગ ૭.૩૦ વાગ્યે મોના ભરઊઘમાં હતી ત્યારે એપાટર્મેન્ટમાં જ રહેતો પાર્થ દિનેશભાઇ શુકલ(૨૯)તેની પથારીમાં બેસી ગયો હતો અને મોનાને બાથમાં ભીડી લઇ તેને ચુંબન કરવા લાગ્યો હતો.
પાર્થની આ હરકતથી મોના સફાળી જાગી ગઇ હતી અને પાર્થને ધક્કો મારીને સીધી દોડીને ઘરે જતી રહી હતી. આ અંગે મોનાએ પિતાને વાત કરી હતી,અને જોતજોતામાં આખા એપાટર્મેન્ટમાં આ વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી. જો કે આ પ્રકારનું કત્ય કરનાર પાર્થને બોધપાઠ શીખવવા મોનાએ પોલીસ ફરિયાદ કરવાની ઇરછા વ્યકત કરી હતી. જેના આધારે તેના પિતા સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંરયા હતા અને પાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સેટેલાઈટ પોલીસે પાર્થની તેના ઘરમાંથી જ ધરપકડ કરી હતી.
આવું કશું થયું જ નહીં હોવાનો પાર્થે કરેલો ખુલાસો
પાર્થએ પોલીસને જણાવ્યું હતું કે મોના જે પ્રકારના આ ોપ કરી રહી છે તેવું કશું બન્યું જ નથી. હું રોજ સવારે ધાબે કસરત કરવા જાઉ છંુ તે પ્રમાણે આજે પણ ગયો હતો અને કસરત કરી રાો હતો, હું કસરત કરતા પડી ગયો હતો જેથી મોના એવું માની રહી છે કે મેં તેની સાથે કશું કર્યુ હતું. પાર્થની આ વાતો પોલીસને જરા પણ ગળે ઉતરે તેમ નથી.
પાર્થએ એમબીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને પરિણીત છે. પાર્થના પિતાનું અવસાન થયું છે. જો કે હાલમાં તેની પત્ની ગર્ભવતી હોવાથી તે પિયરમાં ગઇ હતી. મોનાના પિતાની ફરિયાદના આધારે પાર્થની ધરપકડ કરી છે. જે.કે.વાધેલા, પીએસઆઈ સેટેલાઈટ પોલીસ સ્ટેશન
અડપલાં