• Gujarati News
  • ચિંતનની પત્ની જાનકીના જામીન ફગાવાયા

ચિંતનની પત્ની જાનકીના જામીન ફગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરમાના સીએના પુત્ર પર ફાયરિંગ કરવાના કેસમાં ધરપકડ કરાયેલી પુત્રવધૂએ કાયમી જામીન મેળવવા કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ પી.વી.મારૂએ ફગાવી દીધી છે. સેશન્સ જજે પોતાના ચુકાદામાં આરોપીની સમગ્ર કેસમાં શરૂઆતના તબક્કાથી સંડોવણી જણાઇ આવે તેવા પુરાવા તપાસમાં ખૂલવા પામ્યા હોવાની નોંધ ટાંકી હતી.
નિરમાના સીએ રાજેન્દ્ર શાહના પુત્ર ચિંતન પર ગત ૧૩મી સપ્ટે. ૨૦૧૩ના રોજ ફાયરિંગના કેસની તપાસ દરમિયાન શંકાના પરિઘમાં આવેલી ચિંતનની પત્ની જાનકીએ પ્રેમી ધર્મેશ શાહ સાથે મળીને ચિંતનની હત્યાનું કાવતરું રરયું હતું. જેના પગલે ૧૨મી મેના રોજ નારણપુરા પોલીસે જાનકીની ધરપકડ કરી ફોજદારી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ બાદ જાનકીએ કાયમી જામીન મેળવવા અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કાું હતું કે, હજુ ફરાર આરોપીઓને ઝડપી લેવાના છે. જેથી આરોપીને જામીન ન આપવા જોઇએ. જાનકીના પ્રેમી સાથેના મેસેજની આપલે પણ પોલીસ તપાસમાં મળી આવી છે. આખરે પ ાકારોની રજૂઆતના અંતે સેશન્સ જજે જાનકી શાહની જામીન અરજી ફગાવી હતી.