• Gujarati News
  • દીપકલા જંકશન અને સત્યાગ્રહ છાવણીમાં ચોરી કરનારી ગેંગ પકડાઇ

દીપકલા જંકશન અને સત્યાગ્રહ છાવણીમાં ચોરી કરનારી ગેંગ પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચમાંથી બેની અગાઉ પાસા હેઠળ ધરપકડ થઇ હતી
સેટેલાઈટ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત દીપકલા જંકશન નામના શો રૂમમાંથી રોકડા રૂ.૨.૫૦ લાખની ચોરી કરવા ઉપરાંત સેટેલાઈટ સત્યાગ્રહ છાવણીના એક બંગલામાંથી ચોરી કરનારી વિષ્ણુ બંગાળીની ગેંગના પાંચ સભ્યોને પોલીસે ૭૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ ટોળકીએ એલિસબ્રિજ વિસ્તારની ત્રણ દુકાનોમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
ઝોન-૭ ડીસીપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીના આધારે તેમણે તેમના સ્કવોડ સાથે વોચ ગોઠવીને પાલડી વિસ્તારમાંંથી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાલી પંડિત(૨૪),જિiોશ સોલંકી (૧૯), ભાવેશ ચાવડા (૨૦), દિનેશ મારવાડી (૨૧) અને રમેશ પાટીદાર (૨૨)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ઘડિયાળો,કિંમતી ધાતુની મૂર્તિઓ, બાથરૂમમાં લાગતા કિંમતી નળ વગેરે મળીને કુલ રૂ.૭૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યોછે.
તેમની ગેંગનો મુખ્ય સૂત્રધાર વિષ્ણુ બંગાળી છે. તેમણે છેલ્લા ત્રણ જ મહિનામાં શિવરંજની ચાર રસ્તા પાસના દીપકલા જંકશનમાંથી રોકડા રૂ.૨.૫૦ લાખ તેમજ સેટેલાઈટ સત્યાગ્રહ છાવણી ખાતેના એક બંગલામાંથી પાઉન્ડ,રોકડ તેમજ દાગીના વગેરે મળીને કુલ રૂ. ૯૯ હજારની ચોરી કરી હતી. તેમણે એલિસબ્રિજ વિસ્તારની ૩ દુકાનોમાંથી ચોરી કર્યોહોવાની કબૂલાત કરી છે.
પકડાયેલા પાંચ ચોરમાંથી રમેશ પાટીદાર ઉપર મંદિર ચોરીના ગુનામાં ઘાટલોડિયા પોલીસના હાથે પકડાયો હતો. જયારે જિiોશ અનેભાવેશ નારણપુરામાં મોબાઈલ ચોરી સહિતની ચોરીના ગુનામાં પકડાયા હોવાથી બંનેની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
કડિયાકામના ઓથા હેઠળ રેકી કરીને રાતે ચોરી કરતા
પાંચેય ચોર દિવસ દરમિયાન કડિયાકામ તેમજ મજૂરી કરવાના બહાને બંધ મકાન-દુકાનની રેકી કરતા હતા અને રાતના સમયે તે જ જગ્યાએ જઇને ચોરી કરી આવતા હતા. જયારે રેકી કરતી વખતે દુકાન કે મકાનમાં સીસી ટીવી કેમેરા કે સિકયોરિટી ન હોય તેવી જગ્યાને જ પસંદ કરતા હતા. -નિર્લિપ્ત રાય, ડીસીપી ઝોન-૭