• Gujarati News
  • દુષ્કર્મ કેસમાં સલીમ શેખની ધરપકડ

દુષ્કર્મ કેસમાં સલીમ શેખની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત હાઈકોટર્માં માર મારવાની ફરિયાદ કરનાર ગાડી ચોર સલીમ શેખ વિરુદ્ધ તેની જ એક સમયની સાળીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલાના આરોપ પ્રમાણે આજથી ત્રણ વર્ષ અગાઉ તેમની નબળી આર્થિક સ્થિતિનો લાભ લઇને સલીમે પૈસાની મદદ કરીને પૈસા પાછા માંગવાના બહાને સાળી સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ અંગે ફરિયાદના આધારે વેજલપુર પોલીસે મંગળવારે સવારે સલીમ શેખની ધરપકડ કરી છે.