• Gujarati News
  • NSE ખાતેની કંપનીઓમાં FII હોલ્ડિંગ વર્ષની ટોચે

NSE ખાતેની કંપનીઓમાં FII હોલ્ડિંગ વર્ષની ટોચે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંજાન્યુઆરી થી માર્ચ માસના ત્રિમાસિક ગાળા દરમિયાન એનએસઇ લિસ્ટેડ કંપનીઓમાં એફઆઇઆઇ હોલ્ડિંગની વેલ્યુએશન વર્ષની ટોચ સાથે રૂ.19.32 લાખ કરોડ નોંધાઇ છે તેવો પ્રાઇમ ડેટાબેઝનો અહેવાલ છે. સરકાર દ્વારા સુધારાના પગલા માટેના આશાવાદને પગલે આંકમાં બહુ જંગી ઉછાળો જોવા મળ્યો છે.

વર્ષ 2014ના ઓક્ટોબર થી ડિસેમ્બર માસ દરમિયાન એફઆઇઆઇ હોલ્ડિંગની વેલ્યુ રૂ.18.3 લાખ કરોડથી વધીને ચાલુ વર્ષના માર્ચના અંતે રૂ.19.32 લાખ કરોડ સાથે વર્ષની ટોચે નોંધાયું છે. વર્ષ 2014ના જાન્યુઆરી થી માર્ચ મહિનામાં એનએસઇ લિસ્ટેડ કંપનીઓમાં એફઆઇઆઇનો હિસ્સો રૂ.12.34 લાખ કરોડ જોવા મળ્યો હતો. ટકાની દષ્ટિએ એફઆઇઆઇ ઓનરશીપ અગાઉના 6.54 ટકાથી ઘટીને 6.44 ટકા જોવા મળી છે.

બધીજ એનએસઇ લિસ્ટેડ કંપનીઓમાં ભારતીય ઇક્વિટીમાં 465 એફઆઇઆઇએ રોકાણ કર્યું છે. એનએસઇ ખાતે લિસ્ટેડ કુલ 1474 કંપનીઓમાંથી 1448 કંપનીઓએ જમા કરાવેલી શેરહોલ્ડિંગ પેટર્નને આધારે અહેવાલ આવ્યો છે. માર્ચ માસમાં એફઆઇઆઇ રોકાણ રૂ.36,000 કરોડ જેટલુ થયુ છે તે સાથે વિદેશી રોકાણકારોનું ભારતીય ઇક્વિટીમાં રોકાણ સતત જોઇ શકાય છે. સતત 10માં ત્રિમાસિક ગાળામાં એફઆઇઆઇનું રોકાણ જોવા મળ્યું છે. વિદેશી રોકાણકારો સતત દેશના માર્કેટમાં આકર્ષક રિટર્નને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહ્યા છે.