ટ્રાફિક - 200 ફૂટ રિંગ રોડને જોડાશે
ટ્રાફિક - 200 ફૂટ રિંગ રોડને જોડાશે
ચાંદખેડા વોર્ડમાં ટી.પી રોડ પાકો બનશે
અમદાવાદ |પશ્ચિમ ઝોનના ચાંદખેડા-મોટેરા વોર્ડમાં ટી.પી રોડ પાકો કરાશે. ટી.પી 44 અંતર્ગત રત્નમ રોયલ ચાર રસ્તાથી ફાયનલ પ્લોટ નંબર 62 થી 200 ફુટ રીંગ રોડને જોડતો રસ્તો પાકો કરવામાં આવશે. રસ્તો પાકો કરવા માટે અંદાજે રૂા.20 લાખનો ખર્ચ કરાશે. અગાઉ અંગેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરાઈ હતી. મંજૂર થયેલી દરખાસ્ત પર નિર્ણય કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. રસ્તો પાકો થવાના કારણે અહીંથી પસાર થતા સંખ્યાબંધ વાહનચાલકોને હાલાકીમાંથી મુકિત મળશે.