• Gujarati News
  • ખરાબ ભોજન બાબતે વિદ્યાર્થીઓની હડતાળ

ખરાબ ભોજન બાબતે વિદ્યાર્થીઓની હડતાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલાસિવિલમાં આવેલી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કેન્ટીનમાં ભોજન ખરાબ મળતું હોવાની બાબતે હડતાળ પર ઊતર્યા હતા. વિદ્યાર્થીઓએ કેન્ટીન સ્ટાફ તેમજ મેનેજમેન્ટને અનેક રજૂઆત છતાં સુધારો થતા બુધવાર સવારથી આશરે 150થી 200 વિદ્યાર્થીઓ કોલેજના એન્ટ્રન્સમાં હડતાળ પર બેસી ગયા હતા. કોલેજના ડિન ડો. એમ.એમ. વેગડએ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા બાદ કેન્ટીન કોન્ટ્રાકટર પ્રફુલ્લભાઇ સુવાળને જરૂરી સૂચનો આપી હતી. સૂચનોથી વિદ્યાર્થીઓની સમસ્યાનો કોઇ ઉકેલ દેખાતા તેઓ હડતાળ સમેટવાના મૂડમાં હતા.

એસ.જી. હાઇવે પર હાઇકોર્ટ પાસે આવેલી સોલા સિવિલના ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભોજનના મુદ્દે કોલેજના દરવાજે ઉતરી આવ્યા હતા.

મહિને રૂ.1800ની ફી લેવા છતાં છેલ્લા ઘણા સમયથી ભોજન ખરાબ આપવામાં આવી રહ્યું હતું. વિદ્યાર્થીઓએ જીવાતવાળું ભોજન અપાતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કાચી અને પ્લાસ્ટિક જેવી તથા ખાઈ શકાય તેવી રોટલી પીરસવામાં આવે છે. શાકમાં તેલના બદલે માત્ર પાણી હોય છે. દાળ-ભાતમાં ભાત ખીચડી જેવા પીરસવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓએ કોલેજના ડિનને ફરિયાદ કરી હતી.