• Gujarati News
  • વોટર કમિટીના ચેરમેન તરીકે જિજ્ઞેશ પંડ્યાની વરણી

વોટર કમિટીના ચેરમેન તરીકે જિજ્ઞેશ પંડ્યાની વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |વોટર કમિટીની બુધવારે મળેલી બેઠકમાં ચેરમેન તરીકે જિજ્ઞેશ પંડયાની વરણી કરવામાં આવી હતી. જિજ્ઞેશ પંડયા ઘાટલોડિયા વોર્ડના કાઉન્સિલર છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદ મણિનગર વિધાનસભા બેઠક પરથી મોદીએ રાજીનામું આપતા અહીં ચૂંટણી યોજાઈ હતી, જેમાં સુરેશ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાતા તેમણે કમિટીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. કમિટીના સભ્યોએ સર્વાનુમતે જિજ્ઞેશ પંડયાની ચેરમેન તરીકે વરણી કરી હતી.